વિરબાઇના સ્વામી


 

 

 

 

 

 

 

 

 

 

 

.                   વિરબાઇના સ્વામી

તાઃ૩૦/૬/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનો જન્મ સાર્થક થયો,જ્યાં ઓળખ્યા અંતરયામી
જગમાં ભક્તિરાહ બતાવી,એ હતા વિરબાઇના સ્વામી
                                      ………..જીવનો જન્મ સાર્થક થયો.
સંસારની કેડી મળે જન્મસંગે,ના કોઇથીય એ અજાણી
કર્મના બંધને જગે સંબંધમળે,એ વાત સૌએ છે જાણી
કુદરતણી છે કલા  નિરાળી,જે સાચી ભક્તિએ જોવાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,જીવથી પ્રભુ પ્રેમ મેળવાય
                                     …………જીવનો જન્મ સાર્થક થયો.
સ્વામીનો સંબંધ લગ્નથી મળે,જે કુંટુંબ પ્રેમથી દેખાય
સંસ્કારની સાચી કેડી માબાપથી,જે વર્તનથી સમજાય
પતિજલારામની એક વિનંતીએ,વિરબાઇમાતા પ્રેરાય
ભક્તિની પકડેલી દોરથીજ,પરમાત્મા પણ ભાગી જાય
                                        ………..જીવનો જન્મ સાર્થક થયો.

++++++જય જલારામ,જય વિરબાઇ માતા++++++

આંગણે મારે


 

 

 

 

 

 

 

 

.

 

.                           આંગણે મારે

તાઃ૨૯/૬/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

વ્હાલી મારી બેનને આજે,અમારી પ્રીત લાવી અહીં
ઉજ્વળ જીવન નીરખી અમારા,મારીબેન રાજી થઈ
                                    …………વ્હાલી મારી બેનને આજે.
અદભુત લીલા કુદરતની,અમને આજે સમજાઇ ગઈ
આવીઆજે મળી આશીશ બેનની,હેતથી દેખાઇ ગઈ
યાદમને આવી માબાપની,જ્યાં મોટીબેન આવીઅહીં
આશીર્વાદની એકનજરથી,અમારીજીંદગી સુધરીગઈ
                                     …………વ્હાલી મારી બેનને આજે.
ભાઇબહેનના પ્રેમની જોળી,આજે ભરવા આવી અહીં
લાગણી પ્રેમ લઈ નિરખી,બેનને રાજી થતી મે જોઇ
આંગણું મારું પવિત્ર કર્યુ,આજે આગણે આવીને અહીં
નિર્મળપ્રેમ સદા મળે બહેનનો,આશા છે અમારી ભઈ
                                     ………….વ્હાલી મારી બેનને આજે.

++++++++++++++++++++++++++++++++

            હ્યુસ્ટનમાં શ્રી વિજયભાઇના મોટીબહેન પુ.પ્રતીમાબેન
અમારે ત્યાં પધાર્યા તેની યાદ આ કાવ્ય દ્વારા લખાઇ ગઈ છે.

भाષા


                                 भाષા

તાઃ૨૮/૬/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

राष्ट्र्भाषा मेरी हिन्दी है,પણ ગુજરાતી મારી પ્રાંન્ત
कैसे हो कहेनेसे अच्छा है,કેમ છો માં લાગે છે સ્નેહ
એવા અમે ગુજરાતી ભઈ,विश्व भरमे रहेते है अनेक.
                                    ………..કેમ છો માં લાગે  છે સ્નેહ.
लाडीको हम साथही रखते,ગાડી વગર પણ ના ચાલે
આવે ના ઉપાધી અમને,जहां महेनत रखते बाहोंमे
जीवनकी हर राहोंपे नाडरते,જ્યાં મળે મિત્રોનો સાથ
કદીક મન નામળે તો,हम रहेतेहै भक्ति भावके संग
                                   ……….. कैसे हो कहेनेसे अच्छा है.
ભેદભાવથી દુર રહીને,हर राहमे श्रध्धासेही डग भरते
मिल जाताहै प्यार जगमें,જ્યાં પ્રેમ ભાવથી જીવીએ
આવી મળેછે પ્રેમ સૌનો,जहां आशिर्वाद बडोंके मिलते
अंतरकी अभिलाषा पुरण हो,જ્યાં જલાસાંઇને ભજીયે
                                          ……….કેમ છો માં લાગે છે સ્નેહ.

=========કેમ છો માં લાગે છે સ્નેહ.=========

જરૂરીયાતી જીવ


                     જરૂરીયાતી જીવ

તાઃ૨૭/૬/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જગતમાં આ જોઇએ કે તે જોઇએ
                    પણ જગમાં સૌથી પહેલી તેને મા જોઇએ
નિર્મળ પ્રેમની ધાર લેવા મન નિખાલસ જોઇએ
           ઉજ્વળ આભને આંબવાને ભક્તિ સાચી જોઇએ
પિતાપ્રેમને પામવા સંતાને વંદન કરવા જોઇએ
           ભણતરની કેડી મેળવવા મહેનત કરવી જોઇએ
ભાઇ બહેનના બંધન લેવા લાગણી સાચી જોઇએ
          પતિપરમેશ્વર પારખવાને વિશ્વાસરાખવો જોઇએ
જન્મ સફળ જોવા સંતાને આશિર્વાદ લેવા જોઇએ
           કર્મના બંધન સૌને છે એ સૌએ સમજવું જોઇએ
લાગણી,મોહમાયાને દુરરાખીજીવન જીવવું જોઇએ
          સતકર્મી જીવોને જલાસાંઇનો પ્રેમ મળવો જોઇએ

++++++++========++++++++========

आखरी दीन


                         आखरी दीन

ताः२५/६/२०११                      प्रदीप ब्रह्मभट्ट

हर इन्सानके जीवनमें आताहै,एकबार आखरी दीन
करनीका फल मीलता है,चाहे ना मागे जीवनमें दील
                               ……….हर इन्सानके जीवनमें आता है.
जन्म मीले जब जीवको,उसे भई मृत्युसे क्या डरना
करनी वैसी ही भरनीहै जगमे,ना मोहमायाको रखना
आकर मीलतेहै जीवनमेंवो,जो जीवका होता है बंधन
आखरीदीन तो होताहैसबका,जन्म जीवका येहै संगम
                                 ……….हर इन्सानके जीवनमें आता है.
संतानके अपनोके आतेहै,कईबार आखरी दीन जीवनमें
पढाइकी जब आजाये किनारी,मील जाता तब सन्मान
शादीकी केडी पर चढता संतान,तब हो जाता है संसारी
धनवान जीवनमें खोता है धन,हो जाये वो तब भीखारी
                                 ………..हर इन्सानके जीवनमें आता है.

    ++++++++++++++++++++++++++++++++

વાંકીચુકી ચાલ


                           વાંકીચુકી ચાલ

તાઃ૨૪/૬/૨૦૧૧                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

વાંકાચુકા ચાલતા જુઓ તો,યુએસએ થીએ આવ્યા તહીં
ડૉલરના રૂપીયા ગણવાને કાજે,મજુરી કરતા જોયા અહીં
                                       ………..વાંકાચુકા ચાલતા જુઓ તો.
ભણતરને તમો મુકો પુળામાં,સમયે એનો ભડકો થઈજશે
નાલાયકાત કે હોશીયારી તમારી,ના કામમાં આવશેકોઇ
મજુરીના દરેક ડગલે તમને,આપણી પ્રજાજ મળશે અહીં
ટાઇ બાંધતાં ગળુપકડાય,તેની સમજ પછી આવશે ભઈ
                                      …………વાંકાચુકા ચાલતા જુઓ તો.
દવાના દરીયામાંરહેતા,જીવનનૈયા ડોલતી ચાલેછે ભઈ
એક દવાની આડ અસરથી,ડૉક્ટરનો ધંધો ચાલે છે અહીં
મહેનત દેહથીજ કરવી અહીંયાં,ને ભણતરને મુક્વું માળે
નાંણાની આ રામાયણમાં,ભણેલા જીવો અહીં ભટકે આજે
                                       …………વાંકાચુકા ચાલતા જુઓ તો.

++++++++++++++++++++++++++++++++++

ચતુરાઇ


                              ચતુરાઇ

તાઃ૨૪/૬/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે દેહને પ્રેમ નિખાલસ,સમજ માનવીની નિર્દોષ
કામનામને પકડીરાખવા,બતાવ્યા જાણે છોડ્યાદોષ
                                       ……….મળે દેહને પ્રેમ નિખાલસ.
સમયસમયની આ બલીહારી,નામાનવીને સમજાય
કુદરતની આ છે ન્યારીકૃપા,જે સતયુગમાં લઈ જાય
સંસ્કારની કેડી પકડી ચાલતાં,ભક્તિભાવ મળી જાય
લીલા આ કુદરતની,જે ચતુર માનવીને જ સમજાય
                                         ……….મળે દેહને પ્રેમ નિખાલસ.
કળીયુગનીકલમ ચાલેવાંકી,જે અધોગતીએ દોરીજાય
ભોળપણને ભરખી લેતાં,માનવીને આડુંઅવળુ દેખાય
ડગલેપગલે ડંડોવાગતાં,મળીજાય કુદરતનો અણસાર
સમજની ન્યારીરીત ચતુરની,એ બુધ્ધિથી જ પરખાય
                                            ………મળે દેહને પ્રેમ નિખાલસ.

=-=-==-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=