છછુંન્દરી


                               છછુંન્દરી

તાઃ૧/૬/૨૦૧૧                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

પિન્કી અમારી બની છછુંન્દરી,હ્યુસ્ટનનું ઉડ્યુ નાટક આભે
રીટાયર્ડ થતાંથતાં અનંતરાયજી,સ્ટેજ પર આવે વારંવારે
                                   ………… પિન્કી અમારી બની છછુંન્દરી.
નિર્મળતા જ્યાં આવે કલામાં,ત્યાં સફળતા વળગી જાય
કુદરતની આ કૃપા ન્યારી,જ્યાંઅહીંના કલાકારો સન્માય
શ્રોતાઓને અશ્રુ દઇદે ને પછી,અઢળક હાસ્ય મળી જાય
પ્રથમ પગલે મળી સફળતા,એ ભાગ્ય હ્યુસ્ટનનું કહેવાય
                                  ………….પિન્કી અમારી બની છછુંન્દરી.
નામી કલાકારો ભારતના,આ કલાકારોની કલાએ ઢંકાય
કેવી કૃપા માસરસ્વતીની,અહીં આવ્યા પછીય મેળવાય
સન્માન સૌને છે અમારા,જે કલાની કદર રૂપે જ દેવાય
શ્રોતાઓના અભિવાદનથી,આ નાટકની કદર થઈ જાય
                                   …………પિન્કી અમારી બની છછુંન્દરી.

##################################