મધુરતાની મહેંક


                        મધુરતાની મહેંક

તાઃ૨/૬/૨૦૧૧                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

મધુર મહેંક મળતાં જીવનમાં,સુખશાંન્તિ મળી જાય
પરમેશ્વરની કૃપા પામતા,આ જન્મ સફળ થઈ જાય
                                      …………મધુર મહેંક મળતાં જીવનમાં.
સુખદુઃખની સાંકળ નિરાળી,જગે સંબંધથી જ સચવાય
પામી પ્રેમ અંતરનો સાચો,જે માનવતાએ જ મેળવાય
કુદરતની આ કલમ નિરાળી,જે ભાગ્ય થકી લખી જાય
રિધ્ધિસીધ્ધિ મળતાં આજે,આજનીસવાર ઉજ્વળ થાય
                                        ………..મધુર મહેંક મળતાં જીવનમાં.
મળતાં માનો પ્રેમ જીવનમાં,દેહે ઉજ્વળતા ઘેરાઇ જાય
પિતાના આશીર્વાદીબંધન,જીવના મુક્તિદ્વાર ખોલી જાય
માનવતાની આમહેંક ન્યારી,જગતનાજીવો પણ હરખાય
મળીજાય જીવને માર્ગ મોક્ષનો,જે ઉજ્વળજન્મ કરી જાય
                                       …………મધુર મહેંક મળતાં જીવનમાં.
જીવન એ તો જન્મના બંધન,જન્મ મરણથી જ એ દેખાય
સાર્થક દેહની કેડી જ જોતાં,કર્મનાબંધન જીવથી મેળવાય
સુખ અને શાંન્તિ બારણેજ આવે,જ્યાં કુદરતની કૃપા થાય
અવનીપરના આગમન છુટે,જીવને મુક્તિમાર્ગ મળી જાય   
                                       ………….મધુર મહેંક મળતાં જીવનમાં.

==================================