લૉટરી લાગી


                            લૉટરી લાગી

તાઃ૬/૬/૨૦૧૧                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

લૉટરી લાગી ભઈ લાગી લૉટરી,આજે મારી ગઈ લાગી
એક ડૉલરની લીધી લોટરી, એ પાંચ ડૉલર લઈ આવી
                                         …………લૉટરી લાગી ભઈ લાગી.
સોમવારે હું એક ડૉલરની લેતો,ને મંગળવારે બે લેતો
બુધવારે હું રીઝલ્ટ જોતો,ને ગૂરૂવારે એક લૉટરી લેતો
શુક્રવારે હું ત્રણ લઈલેતો,જેમાં એક બે નંબર હું ચુકતો
શનીરવિ ના ઉતાવળકરતો,બીજેઅઠવાડીયે એક લેતો
                                           …………લૉટરી લાગી ભઈ લાગી.
મહીનામાં હું આશા રાખી,પચીસ ડૉલરની લોટરી લેતો
આજેલાગશે કાલે લાગશે,તેમ સમજી રાહ જીતનીજોતો
વાહભઈવાહ હું જીત્યો,એક ડૉલર મારો પાંચ લઈઆવ્યો
ખુશીમને થઈ આજેભઈ,હું લૉટરીથી કંઇક ઘરમાં લાવ્યો
                                              ………..લૉટરી લાગી ભઈ લાગી.

==================================