જય બજરંગી


.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                             જય બજરંગી

તાઃ૧૧/૬/૨૦૧૧      (શનીવાર)    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય જય હનુમાન,જય બજરંગી;
                        જય પવનપુત્ર,જય મારૂતીનંદન,
કરીએ વંદન મનથી તમને;
                             ઉજ્વળ જીવન તમથી લઈએ.
                               ……….જય હનુમાન  જય હનુમાન.
ભક્તિની શક્તિ છે બતાવી;
                           પ્રભુરામની કૃપા પામી લેવાને,
સીતા માતાની શોધ કરી છે;
                     તાકાત સઘળી પ્રભુ ચરણે ધરી છે.
                           …………. જય બજરંગી જય બજરંગી.
સ્નેહ પ્રેમની સાંકળને લેવા;
                              ગદા હાથમાં તમે જ ધરી છે,
દુષ્ટ દેહને સદમાર્ગે દોરવા;
                           ભક્તિનુ હથીયાર તમે દીધુ છે.
                               ………..જય હનુમાન જય હનુમાન.
રાવણ જેવા રાજવી જીવને;
                           ભક્તિની એક લાકડી દીધી છે,
માયા મોહના માર્ગને તોડી;
                              ઉજ્વળ જન્મની રાહ દેખાડી.
                              ……….. જય બજરંગી જય બજરંગી.

+++++++++++++++++++++++++++++++