આવકારની પ્રણાલી


                                                                                                    

આપનુ સ્વાગત  છે.                                                                   
          ‘શ્રીમતી  સોનલબેન મોદી‘   
                                  હ્યુસ્ટનના ગુજરાતમાં  
                           લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ(આણંદ) હ્યુસ્ટન.

                   આવકારની પ્રણાલી

પધારજો પ્રેમની પકડી દોર,વસે ગુજરાતીઓ ચારે કોર
       લેજો કલમનો સહવાસ,મળશે તમને શબ્દોના સરતાજ
           
નિર્મળ પ્રેમની જ્યોત મળી,ને શબ્દોની સમજણ પડી છે
      કૃપાએ માતા સરસ્વતીની,જીવનમાં સાચી રાહ મળી છે
આંગણે આવતાં સોનલબેનથી,શબ્દોની સૃષ્ટિજ જડી છે 
       હરખાય શબ્દોના સંગાથીઓ,આવી તક અમને મળી છે.
           
જન્મ લીધો બાલાસીનોરમાં,તમથી બન્યુ શાન ગુજરાત
       ભણતરને ચણતર બનાવી,માબાપનું સાર્થક થયું સંતાન
આગમન અમદાવાદનું હેમંતભાઇથી,લગ્ન બન્યુ સંગાથ
       જ્યાં મળી સહવાસની કેડી,ત્યાંજ શબ્દ જગત મળી જાય.

લેજો નિર્મળપ્રેમ હ્યુસ્ટનના લહીયાઓનો પેનથી પકડાય
        કલમની કેડીને પકડી ચાલતાં,વાંચી માનવી સૌ હરખાય
અંતરની પ્રીત અતિન્યારી,સૌના પ્રેમને જલ્દી પારખી જાય
       મળી જાય સરસ્વતી સંતાનને,જ્યાં આગમન તમારા થાય.
 *******************************************************
       હ્યુસ્ટનના સાહિત્ય પ્રેમીઓ તથા ડૉક્ટર કીરીટભાઇ શાહ પરીવાર તરફથી 
સોનલબેનના  હ્યુસ્ટનના આગમનને આવકારતાં પ્રદીપની કલમેથી લખાયેલ 
બે શબ્દો અહીંની યાદરૂપે અર્પણ.

તાઃ૧૫/૬/૨૦૧૧                                                   ભોજન રેસ્ટોરન્ટ,હ્યુસ્ટન.