ઉષા,સંધ્યા


                             ઉષા,સંધ્યા

તાઃ૧૬/૬/૨૦૧૧                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતમાં ઉગમણી ઉષા કહેવાય,ને સંધ્યાને આથમણી
જીવને સંબંધછે બન્નેયથી,જે ઉત્તર દક્ષીણની મેળવાય
                                       ……….જગત ઉગમણી ઉષા કહેવાય.
ઉજ્વળતાનો અણસાર ઉગમણીથી,જ્યાં સફળતા દેખાય
કામકાજની સરળ સમજણ,જીવનમાં વર્તનથી મેળવાય
સુર્યોદયનોછે સંબંધ ઉષાથી,જે સમજદારથી જ સમજાય
મળીજાય સોપાન સરળ દેહને,ત્યાં જન્મ સફળ થઇ જાય
                                         ……….જગત ઉગમણી ઉષા કહેવાય.
અંધકારની એક કડી મળતાં, જીવને સંધ્યા મળી જાય
ડગલુ એક નાદેખાય જીવનમાં,ત્યાં અધોગતી ઝળકાય
પાવન કર્મને પાદરે મુકતાં,જીવ જગતમાં ફસાઇ જાય
નાસહારો મળે કે નાકોઇ સાથ,જે સંધ્યાકાળ બની જાય
                                     ………..જગત ઉગમણી ઉષા કહેવાય.
કદીક સહારો મળે જીવનમાં,ને કદીક રાહ મળતી જાય
હાલમ ડોલમ જીવનબને,જ્યાં દેહને ઉષાસંધ્યા ભટકાય
મુક્તિકેરા માર્ગને પામવા,જીવે ઉષાનો સુર્ય મળી જાય
અતિ મોહની માયા છુટતાં જ,દેહથી પ્રભુકૃપા મેળવાય
                                      ………..જગત ઉગમણી ઉષા કહેવાય.

+++++++++++++++++++++++++++++++++++++++