ઉપકાર


                               ઉપકાર

તાઃ૧૭/૬/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે દેહ જીવને અવનીએ,પ્રાણી,પશુ,માનવી દેખાય
સતમાર્ગે જે દોરે જીવને,દેહ પર ઉપકાર તેને કહેવાય 
                                     …………મળે દેહ જીવને અવનીએ.
અવનીપરના આગમનમાં,કર્મબંધને કેડી મળી જાય
જ્યોતજીવનમાં મળે પ્રેમની,જ્યાં પ્રેમનોસંબંધ થાય
ભક્તિમાર્ગની દોરસાચી,જે જીવનેમુક્તિએ દોરી જાય
સંતનો સહવાસ છે સહારો,જ્યાં સાચાસંત મળી જાય
                                      …………મળે દેહ જીવને અવનીએ.
દયા કરી કોઇ જીવ પર,ના જગમાં કોઇથી એ બોલાય
કર્મના બંધન મળી જાય છે,જે ગત જન્મથી મેળવાય
ઉપકારની કેડી છેનિખાલસ,જે દેહના વર્તનથી જોવાય
દયાના સાગર શ્રીરામનીકૃપા,સાચી ભક્તિએજ લેવાય
                                         ………..મળે દેહ જીવને અવનીએ.

=================================