પિતા કે ફાધર


                          પિતા કે ફાધર

તાઃ૧૯/૬/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પિતા એતો પાલનહાર,ને જીવનેજન્મ પણ દેનાર
ઉપકારની સીમા ના સંતાને,એ કેમ કદીય ભુલાય
                                    ………….. પિતા એતો પાલનહાર
અવનીપરના અવતરણને,પિતા પ્રેમથી મેળવાય
માતાનીમાયા મળતા,જીવનો જન્મસફળ થઇજાય
અગણીત ઉપકાર કરે તો ય,ના અભીમાન દેખાય
માફી દઈદે ભુલની થયેલી,જે સંતાનથી કોઇ થાય
                                      …………પિતા એતો પાલનહાર.
પિતાપ્રેમ તો સદાય વરસે,ના કોઇકવાર મેળવાય
ફાધરડેની રસમ અહીંની,ના માતૃભુમીએ ઉજવાય
સંસ્કારની હેલી વહે ત્યાં,જે જન્મ ભુમી જ કહેવાય
માતાપિતાનો પ્રેમ પામતા,જન્મ સફળ થઈ જાય
                                       …………પિતા એતો પાલનહાર.

==============================

નદીને કિનારે


                        નદીને કિનારે

તાઃ૧૯/૬/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ખળખળ વહેતા ઝરણાનો,જ્યાં સંગમળી જાય
નિર્મળ વહેતી નદી મળતાં,જીવને શાંન્તિ થાય
                               ………..ખળખળ વહેતા ઝરણાનો.
કુદરતની આકળા નિરાળી,ના જીવથી સમજાય
માનવ મનને શાંન્તિ દેતા,નિર્મળ જીવન થાય
વ્હેણ નદીના શીતળતાદે,ને લહેર ઠંડી મેળવાય
નદી કિનારે મળતી ફોરમ,ઝંઝટોનેજ ગળી જાય
                                 ……….ખળખળ વહેતા ઝરણાનો.
વાયુ વેગથી ચાલી જાય,તોય ના વ્યાધી દેખાય
મળી જાય શાંન્તિ મનને,એજ પ્રભુ કૃપા કહેવાય
મોહમાયા તો દુરજ ભાગે,ને ઉજ્વળ જીવન થાય
સહવાસમળે જ્યાં ભક્તિનો,ત્યાંપ્રભુપ્રેમ મેળવાય
                                  ………..ખળખળ વહેતા ઝરણાનો.

=++++++++++++++++++++++++++++++=