ડગલાની રીત


                           ડગલાની રીત

તાઃ૨૧/૬/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીંદગી એવી જીવજો અહીં,જે દઈ જાય સંતોષ
ડગલું પારખી જીવતાં,છુટી જશે જીવનમાં દોષ
                                 ……….જીંદગી એવી જીવજો અહીં.
નાની નાની વાતથી છુટી,મન મક્કમ તો કરાય
વિશ્વાસનીસાચી કેડીમળતાં,પવિત્ર જીવન થાય
સહવાસ મીઠો છે સંબંધથી,જે સમયેજ સમજાય
સફળતાની દોરી પકડાતાં,કેડી સરળ થતી જાય
                                ………. જીંદગી એવી જીવજો અહીં.
મતિ જ્યાં પકડે ગતિને,ત્યાં સાચી રાહ મળી જાય
ડગલાની છે રીત એન્યારી,જે સમજણથી જ ભરાય
બુધ્ધિની આએકજ કેડી,જે જીવને સદમાર્ગે લઈજાય
ઉજ્વળતા તો આવેબારણે,માનવજીવન મહેંકી જાય
                                ……….. જીંદગી એવી જીવજો અહીં.

==============================