માનવ,દાનવ


                            માનવ,દાનવ 

તાઃ૨૨/૬/૨૦૧૧                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રભુપ્રેમની પાવન જ્યોત,જીવની જગતમાં એકજ શોધ
મળે જીવને દેહથી મુક્તિ,થઈજાય જ્યાં દેહે સાચી ભક્તિ
                                          …………પ્રભુપ્રેમની પાવન જ્યોત.
આગમનનો અણસાર મળી જાય,પુર્વ જન્મની કેડી એથી
માગણીનો અવરોધ ત્યાંઅટકે,જીવ ભક્તિનું બારણુ પકડે
પશુ પ્રાણીથી મુક્તિ મળતાં,જીવને માનવ જન્મ મળતાં
જલાસાંઇની જ્યોત મેળવતા,માનવજીવન તેનેજ કહેતા
                                            ………. પ્રભુપ્રેમની પાવન જ્યોત.
નિર્મળતાની પ્રીત પ્યારી,પ્રભુ ભક્તિથી જ એ મળનારી
મોહમાયાના કળીયુગી બંધન,જીવ ભટકે છે જન્મો જનમ
ત્રાસ,ધ્રુણા જગમાં છે મળતાં,દેહેવર્તન દાનવના બનતા
કુબુધ્ધિનો માર્ગ મળતાં,જીવ અવનીએ જ્યાં ત્યાં ભટકતા
                                              ………..પ્રભુપ્રેમની પાવન જ્યોત.

/,.,/,.,/,.,/,.,/,.,/,.,/,.,/,./,.,/,.,/,./,.,/,.,/,.,/.,/,.,/.,/