દેહનું ચણતર


                        દેહનું ચણતર

તાઃ૨૩/૬/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ ભજન ને ભણતર,એજ જીવનનુ ચણતર
દેહ મળતા આ સમજણે,ના મળે ફરી અવતરણ
                            ……….એ જીવની સાચી છે સમજણ.
મળે માનવદેહ જીવને,સંસ્કારની સાચી કેડી લેતાં
મળી જાય પ્રેમ જગતમાં,જે જીવન ઉજ્વળ દેતા
સાચી રાહ મળે દેહને,જેનાથી પુણ્યકર્મ કરી લેતા
ભજન ભક્તિથી પ્રભુકૃપા લઈ,સાર્થક જન્મ કરતા
                              ……….એ જીવની સાચી છે સમજણ.
માગણી મોહ ને માયા મુકતાં,માનવ જીવન મહેંકે
ભણતરની સાચીકેડી સમજતાં,ઉજ્વળતા ફરી વળે
મળીજાય માનસન્માન દેહને,શાંન્તિ વર્ષા મળીરહે
પાવનકર્મ નેમાનવધર્મના સંગે,મુક્તિદ્વારખુલીજશે
                                 ………એ જીવની સાચી છે સમજણ.

===============================

પરિવારમાં પ્રીત


                          પરિવારમાં પ્રીત

તાઃ૨૩/૬/૨૦૧૧                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

પતિપત્નિના પ્રેમની જ્યોત,ઘરમાં લાવે માબાપની પ્રીત
આનંદ મંગળ આંગણું લાગે,પરિવારમાં લાવે સાચી પ્રીત
                                         ………..પતિપત્નિના પ્રેમની જ્યોત.
નિર્મળપ્રેમની વહેતી ગંગા,લગ્નગ્રંથીએ જ્યાં જીવ મળતા
સંસ્કારની કેડી મળેલ માબાપે,જીવનમાં સુખ શાંન્તિ આપે
ઉજ્વળ જીવન સંગે છે ચાલે,ભક્તિની જ્યાં સમજણ આવે
મેળવી લે સદમાર્ગ જીવનમાં,જોઇ લે જ્યાં સંસ્કાર ઘરમાં
                                          ………..પતિપત્નિના પ્રેમની જ્યોત.
લગ્ન જીવનની એવી નાવડી,પરિવારનીએ બનેછે ગાડી
છુકછુક કરતી ચાલે જીવનમાં,સૌને સાથ કુટુંબે એદેનારી
સુખ દુઃખની પકડતાં સાંકળ,સ્નેહ વિરહથી એ ચાલનારી 
પરિવારમાં પ્રીત સાચીએ,જે કુટુંબ કબીલાને સાચવનારી
                                          …………પતિપત્નિના પ્રેમની જ્યોત.

+++++++++++++++++++++++++++++++++