વાંકીચુકી ચાલ


                           વાંકીચુકી ચાલ

તાઃ૨૪/૬/૨૦૧૧                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

વાંકાચુકા ચાલતા જુઓ તો,યુએસએ થીએ આવ્યા તહીં
ડૉલરના રૂપીયા ગણવાને કાજે,મજુરી કરતા જોયા અહીં
                                       ………..વાંકાચુકા ચાલતા જુઓ તો.
ભણતરને તમો મુકો પુળામાં,સમયે એનો ભડકો થઈજશે
નાલાયકાત કે હોશીયારી તમારી,ના કામમાં આવશેકોઇ
મજુરીના દરેક ડગલે તમને,આપણી પ્રજાજ મળશે અહીં
ટાઇ બાંધતાં ગળુપકડાય,તેની સમજ પછી આવશે ભઈ
                                      …………વાંકાચુકા ચાલતા જુઓ તો.
દવાના દરીયામાંરહેતા,જીવનનૈયા ડોલતી ચાલેછે ભઈ
એક દવાની આડ અસરથી,ડૉક્ટરનો ધંધો ચાલે છે અહીં
મહેનત દેહથીજ કરવી અહીંયાં,ને ભણતરને મુક્વું માળે
નાંણાની આ રામાયણમાં,ભણેલા જીવો અહીં ભટકે આજે
                                       …………વાંકાચુકા ચાલતા જુઓ તો.

++++++++++++++++++++++++++++++++++

ચતુરાઇ


                              ચતુરાઇ

તાઃ૨૪/૬/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે દેહને પ્રેમ નિખાલસ,સમજ માનવીની નિર્દોષ
કામનામને પકડીરાખવા,બતાવ્યા જાણે છોડ્યાદોષ
                                       ……….મળે દેહને પ્રેમ નિખાલસ.
સમયસમયની આ બલીહારી,નામાનવીને સમજાય
કુદરતની આ છે ન્યારીકૃપા,જે સતયુગમાં લઈ જાય
સંસ્કારની કેડી પકડી ચાલતાં,ભક્તિભાવ મળી જાય
લીલા આ કુદરતની,જે ચતુર માનવીને જ સમજાય
                                         ……….મળે દેહને પ્રેમ નિખાલસ.
કળીયુગનીકલમ ચાલેવાંકી,જે અધોગતીએ દોરીજાય
ભોળપણને ભરખી લેતાં,માનવીને આડુંઅવળુ દેખાય
ડગલેપગલે ડંડોવાગતાં,મળીજાય કુદરતનો અણસાર
સમજની ન્યારીરીત ચતુરની,એ બુધ્ધિથી જ પરખાય
                                            ………મળે દેહને પ્રેમ નિખાલસ.

=-=-==-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=