આંગણે મારે


 

 

 

 

 

 

 

 

.

 

.                           આંગણે મારે

તાઃ૨૯/૬/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

વ્હાલી મારી બેનને આજે,અમારી પ્રીત લાવી અહીં
ઉજ્વળ જીવન નીરખી અમારા,મારીબેન રાજી થઈ
                                    …………વ્હાલી મારી બેનને આજે.
અદભુત લીલા કુદરતની,અમને આજે સમજાઇ ગઈ
આવીઆજે મળી આશીશ બેનની,હેતથી દેખાઇ ગઈ
યાદમને આવી માબાપની,જ્યાં મોટીબેન આવીઅહીં
આશીર્વાદની એકનજરથી,અમારીજીંદગી સુધરીગઈ
                                     …………વ્હાલી મારી બેનને આજે.
ભાઇબહેનના પ્રેમની જોળી,આજે ભરવા આવી અહીં
લાગણી પ્રેમ લઈ નિરખી,બેનને રાજી થતી મે જોઇ
આંગણું મારું પવિત્ર કર્યુ,આજે આગણે આવીને અહીં
નિર્મળપ્રેમ સદા મળે બહેનનો,આશા છે અમારી ભઈ
                                     ………….વ્હાલી મારી બેનને આજે.

++++++++++++++++++++++++++++++++

            હ્યુસ્ટનમાં શ્રી વિજયભાઇના મોટીબહેન પુ.પ્રતીમાબેન
અમારે ત્યાં પધાર્યા તેની યાદ આ કાવ્ય દ્વારા લખાઇ ગઈ છે.