કોટી વંદન


                             કોટી વંદન

તાઃ૧/૭/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

કોટી કોટી વંદન કરતાં કળી યુગે,આ દેહ લથડી જાય
દેખાવની દુનીયામાં રહેતાં,આજીવ અધોગતીએ જાય
                                               ………..કોટી કોટી વંદન કરતાં.
ધર્મના નામની ધજાપકડીને,નિખાલસ જીવોને પકડાય
ભોળપણની છાયાલેતાં દેહે,જીવ અધોગતીએ જ દોરાય
આશીર્વાદનો ડંડો બતાવીને,જગતમાં જીવોને ફસાવાય
તેવા જીવને ઝપટમાં લેતાં,પ્રભુને કોટીકોટી વંદન થાય
                                                ………..કોટી કોટી વંદન કરતાં.
કળીયુગની આ કાતર એવી,જે નિર્દોષને જ  જકડી જાય
મારા મારાને આપણુ કહેવડાવી,જીવોને એ ડંડી જ જાય
પ્રેમ પ્રેમની સાંકળ બતાવી,ખોટા રસ્તે જીવને દોરીજાય
અંતજ્યારે નજીકઆવે,ત્યારે મતીનેસાચી સમજણ થાય
                                               ………….કોટી કોટી વંદન કરતાં.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

******************************************

મારુ,આપણુ


                          મારુ,આપણુ

તાઃ૧/૭/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારુ મારુ કરતો તો,ત્યાં સુધી તો સૌ ભાગી જાય
આપણુ જ્યારથી શરૂથયુ,ત્યારથીઘણા મળી જાય
                                          ………મારુ મારુ કરતો તો.
કુદરતની આ કલા નિરાળી,જે શબ્દથી સમજાય
દેહ મળતાં જીવને જગતમાં,દેહ જીભથી જકડાય
                                         ……….મારુ મારુ કરતો તો.
બાલપણમાં સઘળુ મળે,જ્યાં નાજીભથી બોલાય
શબ્દની સમજણ સમજાતાં,મૌન વધુ મળી જાય
                                           ………મારુ મારુ કરતો તો.
ભણતરની સીડી પકડતાં,સાથી મિત્રો મળી જાય
સફળતાની ચાવીમળે,જ્યાં આપણૂ જ્ઞાનસમજાય
                                         ………..મારુ મારુ કરતો તો.
મોહ માયા ચારે કોર ફરે,ના કોઇથીય એ છોડાય
મારુ મુકતા બાજુએ દેહથી,ત્યાં સઘળુ મળી જાય
                                        …………મારુ મારુ કરતો તો.
આપણામાં સૌકોઇ આવે,જ્યાં જીભે મારાને છોડાય
મહેનતકરતાં આપણેજ્યાં,ત્યાં અપેક્ષા ભાગી જાય
                                          ………..મારુ મારુ કરતો તો.

##############################

આજનો દિવસ


                      આજનો દિવસ

તાઃ૧/૭/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની જરૂરીયાત મળતાં,જીવને આનંદ થાય
સગા સંબંધી સ્નેહીઓને જોતાં,મન મારું હરખાય
                             ………..જીવનની જરૂરીયાત મળતાં.
મહેનતને મગજમાં રાખતાં,સોપાને સિધ્ધિ દેખાય
કુદરતની થોડી કૃપા મળતાં,રાહ સરળ પણ થાય
કેડી મળી માબાપથી,જે જીવનેમાનવતા દઈજાય
ભાવિની નારાહ જોતાં,આજનો દિવસ પાવનથાય
                               ………..જીવનની જરૂરીયાત મળતાં.
મળતીકૃપા  જલાસાંઇથી,ત્યાં રાહઉજ્વળ થઈ જાય
તાંતણો ભક્તિનો સાચોમળતાં,સુખશાંન્તિ મળીજાય
વડીલોના પ્રેમની વર્ષા લેતાં,જન્મ સફળ થઈ જાય
પ્રેમમળે પરમાત્માનો,ત્યાંજીવનમાંશીતળતા લેવાય
                                ………..જીવનની જરૂરીયાત મળતાં.

++++++++++++++++++++++++++++++++

મોટી કાયા


                            મોટી કાયા

તાઃ૧/૭/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

માયા લાગી મને ખાવાની,ત્યાં આ કાયા વકરી ગઈ
આચર કુંચર,સમય કસમયથી,મોટીકાયા મારી થઈ
                                    ………..માયા લાગી મને ખાવાની.
ચા નાસ્તો હું સવારમાં કરતો,ને પછી થોડુ ખઈ લેતો
બપોરે પેટભરીને જમતો,નેપછી પથારીમાંપડી રહેતો
આળસ તો મને વળગી ચાલે,ના કામબામ કંઈ કરતો
સાંજ પડે ને ભુખ્યો થતો,ત્યારે આચર કુચર ખઇ લેતો
                                      ………..માયા લાગી મને ખાવાની.
પેટ પારકુ લાગતા મને,ના સાંભળતો હું ખાવાની ટોક
પહેરણના બટન લાગ્યાતુટવા,નાપેન્ટ કમર સુધી આવે
વજન તો વહાણ બન્યુ છે દેહે,હલેસે એ હાલતુ જ ચાલે
કાયા રહીના કામણગારી,અંતે હવે શરમ મને છે આવે
                                     ………….માયા લાગી મને ખાવાની.

****************************************