સાચો વિશ્વાસ


                          સાચો વિશ્વાસ

તાઃ૬/૭/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક મને હતો વિશ્વાસ,કે મારી શ્રધ્ધા સાચી છે
મને મળી ગયો છે સાથ,પ્રભુ એકૃપા તમારી છે
                                  …………એક મને હતો વિશ્વાસ.
બાળપણની ડગલીમાં,મને મા એ દીધા સંસ્કાર
આંગળીપકડી પિતાએ,ખોલ્યા મેં મહેનતના દ્વાર
સફળતાનીકેડી મળીમને,જે આશીર્વાદે મેળવાય
નિર્મળતાદીઠીજીવનમાં,જે વિશ્વાસ સાચોકહેવાય
                                      ……….એક મને હતો વિશ્વાસ.
ભક્તિ દ્વાર ખુલ્યા કૃપાએ,જ્યાં પુ.મોટાને મળાય
આંગળી પકડી રાહ બતાવી,જીભે હરિઃૐ બોલાય
કલમપકડતાં કૃપામળી,જે વિદ્યાદેવીથી મેળવાય
વાંચકો નો પ્રેમ મેળવતાં,મારા હૈયે આનંદ થાય
                                    ………….એક મને હતો વિશ્વાસ.
જલારામ ને વિરબાઇ માતાએ,ભક્તિ રાહ દીધી
સંસારમાંરહીને પ્રભુમેળવવા,પ્રેમે આંગળી ચીંધી
સાંઇબાબાએશ્રધ્ધાથી,ભક્તિ અલ્લાઇશ્વરની દીધી
વિશ્વાસે સાચીરાહ મેળવતાં,ઉજ્વળ જીંદગીલીધી
                                        ………..એક મને હતો વિશ્વાસ.

++++++++++++++++++++++++++++++++

જીવનની ચાવી


                       જીવનની ચાવી

તાઃ૬/૭/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

વાણી ચાલે કાતર જેવી,ત્યાં ભાગી જાય ભરથાર
નિર્મળતા જ્યાં દુર જાય,ત્યાં ઘણુ  બધુ  બદલાય
                                    ……….. વાણી ચાલે કાતર જેવી.
શોભા એટલીજ વ્યાધી છે,જે કળીયુગથી લપટાય
સમજ ના આવે સમયની,ત્યાં ઉપાધીજ ઘેરીજાય
લાલહોઠથી લબડી પડે,નાઘરના કેઘાટનારહેવાય
ટકોર દેતાં બુધ્ધિને સમયે,સઘળુય સચવાઇ જાય
                                      ………..વાણી ચાલે કાતર જેવી.
મમતા એતો પ્રેમ છે,ને માયા જીવન વેડફી જાય
સંસ્કારનીકેડી માબાપથી મળતાં,જન્મ સાર્થકથાય
લાગણી એતો હદમાં સારી,વધુંમાં ફસાઇજ જવાય
અંત નામાગેલો મળે દેહને,જ્યાં આમન્યા દુર જાય
                                      ………….વાણી ચાલે કાતર જેવી.

================================

અદભુત સંગમ


 

 

 

 

 

 

 

 

 

.                        અદભુત સંગમ

તાઃ૬/૭/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાંચ શુક્રવાર,પાંચ શનિવાર,ને પાંચ રવિવાર
અદભુત  કૃપા પ્રભુની,ના આવે સંગમ કોઇવાર
          ૨૦૧૧ ના જુલાઇ માસનો,આ અદભુત છે અવતાર.

વર્ષો વર્ષ તો વહીં ગયા,કેટલાય જીવો જીવી ગયા
ગણતરીની નાતાકાત કોઇની,ઘણુ બધુ ભુલી ગયા
ભાગ્યની ભેખડ બતાવી, કાગળોને  છો ચીતરી રહ્યા
ના પરખાય કલમપ્રભુની,જીવપર એ કૃપા કહેવાય
                                  ………….૨૦૧૧ ના જુલાઇ માસનો. 

એક,દસ કે સો વર્ષેપણ,અદભુત સંગમ નામેળવાય
નશીબની બલીહારી કે ૨૦૧૧ માં,આપણાથી જોવાય
તકમળી છે જીવને દેહથી,સાર્થકતા ભક્તિએ દેખાય
સાર્થક જન્મની ઉજ્વળ રીત,માનવતા એ મેળવાય
                                 ………….. ૨૦૧૧ ના જુલાઇ માસનો.

???????????????????????????????????????????????