સદવિચાર


                            સદવિચાર

તાઃ૭/૭/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

વિચારોને માળીયે મુકતા મનને શાંન્તિ મળી જાય.
આવતી ઝંઝટને ઝાપટ મારતા એ દુર ભાગી જાય.
સુખમાં ભક્તિ સંગે રાખતાં દુઃખ દુર ચાલતુ જાય.
સંકટની સાંકળ ના શોધવા સમયને સમજીને ચલાય.
મળેલા માન અને સન્માન તો ભુતકાળ કહેવાય.
લાયકાત ને સમજી લેતા એ કદી દુર ના ચાલી જાય.
માગણી કદી માનવીથી ના કરવી એ કળીયુગી કલમ કહેવાય.
પરમાત્માની પ્રાર્થનામાં હંમેશા જીવની શાંન્તિને મંગાય.
ભજન અને ભક્તિ એ પ્રભુનીકૃપા પ્રાપ્ત કરવાની દૈહીક રીત છે.
માગણી એ માનવીની લાચારી છે,કૃપાએ જીવની લાયકાત છે.
સાચા સંતના આશિર્વાદ એ જીવની સાચી ભક્તિ છે.
દેખાવની દુનીયામાં ઘુમ્યા કરતાં ઘરમાં રહેવું એ સાચી સમજણ છે.

++++++++++++++++++++++++++++++++++++++

કેમ ભુલાય


                           કેમ ભુલાય

તાઃ૭/૭/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની આ છે કરામત,જગે કોઇથીય ના પકડાય
નિર્મળતાની શીતળ વાણી,સાચી ભક્તિએ સહેવાય
                                  …………કુદરતની આ છે કરામત.
માનવદેહની દેણ પ્રભુની,જ્યોતજીવનમાં મેળવાય
સાચી રાહની કેડી પકડતાંજ,જન્મ સફળ થઈ જાય
બાળક દેહને પ્રેમદેતાં,ને જુવાનીમાં જોશને પકડાય
જન્મ સફળ કરતાં પ્રભુને,જીવથી કેમ કદીય ભુલાય
                                  …………કુદરતની આ છે કરામત.
વાણીવર્તન સાચવી દેહને,મુક્તિમાર્ગે એ દોરી જાય
ક્ષમા યાચના કરતાં જીવને,વ્યાધીથી બચાવી જાય
સાચી ભક્તિ રાહ લેતાં,સંત જલાસાંઇને કેમ ભુલાય
આવીઆંગણે પરમાત્મા રહે,એજ સાચી રાહ કહેવાય
                                   ………..કુદરતની આ છે કરામત.

૭**********************૭********************૧૧