મારો અનુભવ


 

 

 

 

 

 

 

                          મારો અનુભવ

તાઃ૧૦/૭/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલજીરાથી મઝા મળી ગઈ,ના ટેસ્ટ ભુલાય તેનો
ખાધાપછી પાણીમાં પીવાથી,પેટે મળી જાય હેલો
એવુ જાલાની જલજીરા છે,કદી નાદેહે આળસ ભેંટે

સવારે ખાધા પછી કેપહેલાં,સ્વાદ મસ્ત તેનો લાગે
આળસને ખંખેરી નાખે જલ્દી,ને પેટનેરાખે એ સાફ
અપચાની નાવ્યાધી રહે,જ્યાં પચીજાય આપોઆપ
સુઘડ શરીર ને બાંધો મજબુત,ના દવા કોઇ વળગે
                                      ………એવુ જાલાની જલજીરા ભઈ.
વર્ષોવર્ષનો છે મારો અનુભવ,પીવું છુ હુ ખાધા પછી
મનને શાંન્તિ મળી જાય,ને આળસ તો ભાગે આઘી
દેહને મળે જ્યાં રાહતસાચી,ત્યાં શાંન્તિ સાથે રહેતી
દવા ને ડૉક્ટર તો દુર રહે,જ્યાં રાહત દેહને મળતી
                                     ………એવુ જાલાની જલજીરા ભઈ.

 ================================

મોંકાણનો મેળો


                            મોંકાણનો મેળો

તાઃ૧૦/૭/૨૦૧૧                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

અસ્ત વ્યસ્ત જીવનની ચાલ,જ્યાં મળી જાય મોંકાણ
એક સુધરતાં બીજુ બગડે,ને જીવને ચિંતાઓ ભટકાય
                                   ………..અસ્ત વ્યસ્ત જીવનની ચાલ.
અદભુતચાલતી સંસારીગાડી,ખોટીરાહે જ્યાં અથડાય
આવે એક પછી એક વ્યાધી,જેને મોંકાણ જ કહેવાય
દરીયો તો દેખાવનો છે મોટો,ના કોઇથીય એ તરાય
સમજણ ને થોડી સાચવી લેતાં,તકલીફો ઓછી થાય
                                  …………અસ્ત વ્યસ્ત જીવનની ચાલ.
મારું મારુંની માયાથતાં,જ્યાં દેહે મારીજ મળી જાય
આફતનો ના અંત આવે,વારંવાર એ વધતીજ જાય
ભક્તિની એક દોરી પકડતાં,મોંકાણ પણ ભાગી જાય
કૃપા સંતની પામી લેતાં,દેહથી મોંકાણનો મેળો જાય
                                 …………અસ્ત વ્યસ્ત જીવનની ચાલ.

******************************************

ચિંતાનો હાર


                            ચિંતાનો હાર

તાઃ૧૦/૭/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવની એક આધાર છે,જ્યાં જીવ ઝબકી જાય
મળેજો મોહમાયા દેહે,ચિંતાનો હાર લટકી જાય
                                          ………..અવની એ આધાર છે.
આગળ વ્યાધી પાછળ વ્યાધી,નારાહ કોઇ દેખાય
દેહમળતાં એ લટકી ચાલે,ના કોઇથીય એ છોડાય
મૃત્યુનીઆવે જ્યાંવેળાં,ચિંતાએ ભવોભવ ભટકાય
ઉજ્વળતા ના આવે સંગે,જીવ અવનીએ લટકાય
                                           ………..અવની એ આધાર છે.
ચિંતાના ના દ્વાર કોઇ,કે ના કોઇનેય એ છોડી જાય
ઉષાસંધ્યાનો નાસહવાસ તેને,ગમેત્યારે મળી જાય
દુર રહે છે જે જીવ ચિંતાથી,તે જીવ સદાય હરખાય
મનનીશાંન્તિ માગવા કરતાં,એ મળીજાય પળવાર
                                          …………અવની એ આધાર છે.

****************************************

સુખદુઃખની સીમા


                        સુખદુઃખની સીમા

તાઃ૧૦/૭/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપરની એકજ સાંકળ,સુખદુઃખ જેને કહેવાય
જન્મ મળતા જીવને જગતમાં,સૌને એ મળી જાય
                                   ………..અવનીપરની એકજ સાંકળ.
રાજારંક કે પ્રાણીપશુ,દેહ મળતાં દેહને સ્પર્શી જાય
સાધુ,સંત કે હોય પુંજારી,ના કોઇનેયએ છોડી જાય
અવનીપરના આગમનમાં,સૌ એજ સાંકળે જકડાય
મુક્તિમાર્ગ એ કૃપાપ્રભુની,જે સાચીભક્તિએ લેવાય
                                 ………… અવનીપરની એકજ સાંકળ.
જન્મમરણના બંધનછુટે,માયામોહના જ્યાં સંબંધ તુટે
મળેમાર્ગ જ્યાં ભક્તિનો,જીવન ઉજ્વળ થાય જીવોનો
આવી આંગણે દ્વાર ખોલે,ધુપદીપના અર્ચન જે કરતાં
જ્લાસાંઇની જ્યોતનિરાળી,ધન્ય જીવનનેએ કરનારી
                                   …………અવનીપરની એકજ સાંકળ.

+++++++++++++++++++++++++++++++++==