પ્રેમની નજર


 

 

 

 

 

 

 

 

 

 

 

 

                      પ્રેમની નજર

તાઃ૧૧/૭/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ પ્રભુનો સદા મળે,ને નિર્મળ જીવન થાય
માગણીભાગે દુર,જ્યાં પ્રેમનીનજર મળી જાય
                                   ………..પ્રેમ પ્રભુનો સદા મળે.
સરળતાનો સહવાસ રહે,ને સફળતાય મેળવાય
લાગણી મોહ ભાગેદુર,જ્યાં વડીલને વંદન થાય
આશિર્વાદની એકછડી મળતાં,માનવતા મહેંકાય
ઉજ્વળ જીવન બનવાલાગે,ને જલાસાંઇ હરખાય
                                   …………પ્રેમ પ્રભુનો સદા મળે.
શીતળ વાયરો મળતાં દેહને,મન મારું મલકાય
શાંન્તિનો સંગાથ દેહથી,ત્યાંમનને આનંદ થાય
નજરઅંતરથી નિર્મળપડતાં,જીંદગી સુધરીજાય
અંતદેહને મળે કૃપાથી,જીવને મુક્તિ મળી જાય
                                    ………..પ્રેમ પ્રભુનો સદા મળે.

(((((((((((((())))))))))))((((((((((((())))))))))))))

ભોળાના ભગવાન


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

                      ભોળાના ભગવાન

તાઃ૧૧/૭/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

તમે ભોળા છો ભગવાન,તમારી કૃપા કરુણા અપાર
સુણી તમે ભક્તોનાપોકાર,સદા રહો છો તેમના દ્વાર
              ……બોલો ૐ નમઃ શિવાય,ૐ નમઃ શિવાય.
દુઃખના વાદળ દુર કરીને,ભક્તોને તમે લો ઉગારી
મનથીથતી ભક્તિ જોઇને,વાણી વર્તનને સંભાળી
ઉજ્વળરાહ જીવનેદેતા,માનવજીવન સાર્થકકરતા
મોહમાયાથી દુર રાખીને,પાવન કર્મનો સંગ દેતા
            ……..બોલો ૐ નમઃ શિવાય,ૐ નમઃ શિવાય.
દુધઅર્ચન મનથીકરતાં,સદાસહવાસતમારો લેતા
સોમવારની પ્રભાતટાળે,શિવમંદીરમાં દર્શન દેતા
ગજાનંદના પિતા તમે છો,મા પાર્વતીના ભરથાર
પ્રદીપને સંતાન ગણીને,દેજો મુક્તિ ભવસાગરથી
            ……..બોલો ૐ નમઃ શિવાય,ૐ નમઃ શિવાય.

===============================