પ્રેમ નિખાલસ


                          પ્રેમ નિખાલસ

તાઃ૧૩/૭/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

કેટલો પ્રેમ ને કેટલી માયા,શોધી શકે ના જગમાં કાયા
ઉજ્વળતાના ખોલતાં તાળા,મળીજાય એ જગના જાણે
                                       ………..કેટલો પ્રેમ ને કેટલી માયા.
મળેપ્રેમ માબાપનો જીવનમાં,જે સંતાનથીજ મેળવાય
આશિર્વાદની ગંગા વહેછે,જેવંદન તેમને મનથી કરે છે
મળે સંતાનને ઉજ્વળ જીવન,નામાગણી કે રહે અપેક્ષા
પ્રેમ નિખાલસ મનથીકરતાં,ભાવિ ઉજ્વળ સદા મળતા
                                        ………..કેટલો પ્રેમ ને કેટલી માયા.
કીર્તીનો સાગર વહેછે,માનવતાની જ્યાં જ્યોત મળે છે
પ્રેમનિખાલસ પરમાત્માનો,અવનીપર માનવ જન્મે છે
મુક્તિ માર્ગને પારખી લેતા,જલાસાંઇની જ્યોત જલે છે
નિર્મળ સ્નેહ ને નિર્મળ પ્રેમ,એ નિખાલસ બની મળે છે
                                        …………કેટલો પ્રેમ ને કેટલી માયા.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@

મા અંબાના શરણે


 

 

 

 

 

 

 

 

 

 

 

 

                    મા અંબાના શરણે

તાઃ૧૩/૭/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારી ભક્તિ કરતાં,હૈયે અનંત આનંદ થાય
સુખશાંન્તિની દોરીમળતાં,મા પ્રદીપ બહુ હરખાય
                                    ……….માડી તારી ભક્તિ કરતાં.
નિત્ય સવારે પુંજન કરતાં,મા ઘરમાં ભક્તિ થાય
ધુપદીપના એક સહારે,અમારું આંગણુ પાવનથાય
રહેજે માડી સંગ અમારે,ને ઉજ્વળ કરજે આ જન્મ
ભક્તિની દોરી અમારી,મા તારા ચરણે લાવી જાય
સદા રાખજે કૃપાદ્રષ્ટિ સંતાને,મોહમાયા છુટી જાય
                                      ……….. માડી તારી ભક્તિ કરતાં.
શ્રી અંબે શરણંમમઃ બોલતા,મા અમને આનંદ થાય
હૈયે ટાઢક મળી જતાં મા,અમો પર સ્નેહ વર્ષા થાય
પળપળને મા સાચવીલેજે,ભુલ નાની પણ થઇજાય
સંતાનનો સ્નેહ મેળવવા કાજે,નિત્ય પુંજન મા થાય
જીવન ઉજ્વળ કરજે માડી,પકડી સદા અમારો હાથ
                                     …………માડી તારી ભક્તિ કરતાં.

================================