સાંકળની પકડ


                           સાંકળની પકડ

તાઃ૧૪/૭/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

આગળ ચાલે પાછળ ચાલે,સમય આવતાં જકડી રાખે
મળેલજીવન માણવા લાગે,સમજણ સાચી જ્યારેઆવે
સુખદુઃખ એવી સાંકળ છે,જે જગમાં જીવન જકડી રાખે
                    ……….એ તો ભઈ આગળ ચાલે પાછળ ચાલે.
કદીક મોહ મળી જાય તો,જીવન જ્યાં ત્યાં લટકી હાલે
સંબંધીઓનો ત્યાં સાથ છુટે,વળગી સાથે મોંકાણ ચાલે
નિર્મળ જીવન દુરભાગે,ત્યાં માનવજીવન મિથ્યા લાગે
રાહનામળે મનનેત્યારે,જ્યારે દુઃખનીસાંકળ પકડી રાખે
                      ………એ તો ભઈ આગળ ચાલે પાછળ ચાલે.
નશ્વરદેહને વળગી ચાલે,જન્મ મળે જ્યાં જીવને જ્યારે
મુક્તિ લેવા તનથી જગમાં,ભક્તિ રાહને પકડી લઈએ
સાચા સંતને વંદન કરીએ,અંતરનો પ્રેમ પામી લઈને
સુખની સાંકળ વળગે જ્યાં દેહે,પ્રભુકૃપાએ સુખી રહીએ
                      ……….એ તો ભઈ આગળ ચાલે પાછળ ચાલે.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

પપુડી પ્રેમની


                           પપુડી પ્રેમની

તાઃ૧૪/૭/૨૦૧૧                       પ્રદીપ  બ્રહ્મભટ્ટ

પકડી ચાલે આંગળી આજે,લાગે સાથ દેવાને કાજ
સુખમાંસાથ દેવાને દોડે,દુઃખમાંએ હાથ છોડી જાય
                                  ………..પકડી ચાલે આંગળી આજે.
પ્રેમનિખાલસ મળેજગે,જે સાચી ભાવનાએ લેવાય
સુખદુઃખની ના અસર છે,જ્યાં એ અંતરથી જોવાય
કળીયુગની ના કાતર ચાલે,જ્યાં હૈયેથી હેત દેવાય
માયાનો ના મોહ રહે,ત્યાં સાચા પરખ પ્રેમની થાય
                                  ………..પકડી ચાલે આંગળી આજે.
મળતાં દેહ અવનીએ જીવને,કર્મ બંધન દોરી જાય
લહેર સુખની એકમળતાં,જીવનમાંશાંન્તિ મળીજાય
દીલનો દરીયો વિશાળ છે,મોજા અનેક આવી જાય
હલેસાંને સાચવી હલાવતાં,ના વ્યાધી કોઇ ભટકાય
                                  …………પકડી ચાલે આંગળી આજે.

================================

વિરપુરનો વાર


 

 

 

 

 

 

 

 

                        વિરપુરનો વાર

તાઃ૧૪/૭/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગુરૂવારની છે અજબ ચાહત,ભક્તિએ માનવતા મેળવાય
દેહ મળેલ અનેક જીવોને,અન્નદાનથી કોઇક જીવ હરખાય 
એવું વિરપુર ગામનિરાળુ,વિરબાઇ જલારામથી ઓળખાય
                                          ………..ગુરૂવારની છે અજબ ચાહત.
ભક્તિને ભજન સંગ રાખી,માનવતાને એ મહેંકાવી જાય
મહેનતનો સહવાસ રાખીને,ગૃહસ્થજીવન પણ જીવી જાય
પ્રભુ કૃપાની એકજ લહેર ન્યારી,જે અન્નદાને જ દોરી જાય
મેળવી લીધી શાંન્તિ  જીવથી,જ્યાં પરમાત્મા ભાગી જાય
                                         …………ગુરૂવારની છે અજબ ચાહત.
સંસ્કાર સિંચન છે વિરબાઇમાના,જે ભવસાગર તારી જાય
પતિપ્રેમને પારખી લેતા તો,સાધુની એ સેવા કરવા જાય
તનથી મહેનત ને મનથીજ ભક્તિ,જે સંતાને પણ દેખાય
ભાગે પરમાત્મા ભુમીથી,એજ સાચી નિર્મળભક્તિ કહેવાય
                                            ………..ગુરૂવારની છે અજબ ચાહત.

***********************************************

+++જય જલારામ,જય વિરબાઇમાતા,વંદન વારંવાર+++
                  ………..આ તો ગુરૂવારનો મહીમા અપરંપાર.
_________________________________________