વિરપુરનો વાર


 

 

 

 

 

 

 

 

                        વિરપુરનો વાર

તાઃ૧૪/૭/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગુરૂવારની છે અજબ ચાહત,ભક્તિએ માનવતા મેળવાય
દેહ મળેલ અનેક જીવોને,અન્નદાનથી કોઇક જીવ હરખાય 
એવું વિરપુર ગામનિરાળુ,વિરબાઇ જલારામથી ઓળખાય
                                          ………..ગુરૂવારની છે અજબ ચાહત.
ભક્તિને ભજન સંગ રાખી,માનવતાને એ મહેંકાવી જાય
મહેનતનો સહવાસ રાખીને,ગૃહસ્થજીવન પણ જીવી જાય
પ્રભુ કૃપાની એકજ લહેર ન્યારી,જે અન્નદાને જ દોરી જાય
મેળવી લીધી શાંન્તિ  જીવથી,જ્યાં પરમાત્મા ભાગી જાય
                                         …………ગુરૂવારની છે અજબ ચાહત.
સંસ્કાર સિંચન છે વિરબાઇમાના,જે ભવસાગર તારી જાય
પતિપ્રેમને પારખી લેતા તો,સાધુની એ સેવા કરવા જાય
તનથી મહેનત ને મનથીજ ભક્તિ,જે સંતાને પણ દેખાય
ભાગે પરમાત્મા ભુમીથી,એજ સાચી નિર્મળભક્તિ કહેવાય
                                            ………..ગુરૂવારની છે અજબ ચાહત.

***********************************************

+++જય જલારામ,જય વિરબાઇમાતા,વંદન વારંવાર+++
                  ………..આ તો ગુરૂવારનો મહીમા અપરંપાર.
_________________________________________

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: