સાંઇનામની જ્યોત


 

.

.

.

.

.

.

 .

.

.

.

.

.                  સાંઇનામની જ્યોત

તાઃ૧૬/૭/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંઇનામની જ્યોત પ્રગટાવી,સાંઇ પ્રેમને પામી લઉ
સફળજન્મની કેડી મેળવી,દેહથી હું મુક્તિ માગી લઉ
                                ……….સાંઇનામની જ્યોત પ્રગટાવી.
ભક્તિપ્રેમને સમજી લેતાં,રાહ જીવનમાં ઉજ્વળ જોઉ
સફળતાનો સહવાસ મેળવી,સાંઇનામથી શાંન્તિ  લઉ
આંગણે આવતાં મળેપ્રેમ,માનવ જીવન હું જાણી લઉ
જ્યોતજલાવી સાંઇબાબાની,ચરણોનીભક્તિ માગીલઉ
                               ……….. સાંઇનામની જ્યોત પ્રગટાવી.
પળેપળ હું માગું સાંઇ પ્રેમ,ના રહે જેમાં કદી કોઇ વ્હેમ
માનવજીવન મુક્તિની કેડી,જ્યોત પ્રકટાવતા મેં જાણી
અંતરમાં અનહદ આનંદ મળતાંજ,કૃપા અમોએ માણી
દેજોપ્રેમ અમોને સાંઇબાબા,આજીવોને જન્મથી ઉગારી
                               …………સાંઇનામની જ્યોત પ્રગટાવી.

*****************************************