સરળતાની ચાવી


                       સરળતાની ચાવી

તાઃ૧૮/૭/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મન મુકીને મહેનત કરતાં,સફળતાને સહેવાય
રાહમળે જ્યાં સરળતાની,ચાવી ત્યાં મળીજાય
                             ……….મન મુકીને મહેનત કરતાં.
આંગળીનો એક અણસાર,જીવનને બદલી જાય
સારા કામની સુવાસથી,માનવતા મળીજ જાય
દુષ્ટ માર્ગની એકદોરી,આ જીવનને વેડફી જાય
સમય આવતાં સરકીજાય,ને દુઃખ વળગી જાય
                             ………..મન મુકીને મહેનત કરતાં.
અંતરમા ઉમંગ અનેરો,માનવીના વર્તને દેખાય
મળેસુવાસે સ્નેહનીસાંકળ,ને પવિત્ર જીવન થાય
મોહમાયાને બાંધી લેતાં,મુક્તિની રાહ મળી જાય
નામાગણી કરવીપડે દેહે,જીવનો ઉધ્ધાર થઇજાય
                              ………..મન મુકીને મહેનત કરતાં.

=============================

મૃત્યુનુ મુખ


                           મૃત્યુનુ મુખ

તાઃ૧૮/૭/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

સધળી માયા દેહથી છુટે,જ્યાં મૃત્યુ દેખાઇ જાય
નાછુટે જો દેહથી ત્યારે,તો એજીવ ભટકતો થાય
                                 ………..સધળી માયા દેહથી છુટે.
મૃત્યુઆવે બારણે જ્યારે,ત્યાં જીવપણ જાગી જાય
પળપળનો જ્યાં હિસાબ થતો,ના જીભથી બોલાય
મૃત્યુનું જ્યાં મુખખુલે ત્યાં,સગાસંબંધી ભાગી જાય
તુટે દેહનાસંબંધ અવનીના,ત્યાં જીવ જકડાઇ જાય
                                  …………સધળી માયા દેહથી છુટે.
દેખાવનો જ્યાં દરીયો ખુલે,દેહને શબ્દોથી સહેવાય
જીભ સાચવી મોં બંધરાખી,દેખાવ ત્યાં આવી જાય
ના અટકે નાઅટકાવે કોઇ,જ્યાં જીવ દેહ છોડી જાય
કૃપા થાય એ જીવ પર,જે સાથે ભક્તિને લઈ જાય
                                    ………..સધળી માયા દેહથી છુટે.

૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦