જકડાયેલ જીવ


                             જકડાયેલ જીવ

તાઃ૧૯/૭/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવ જગતમાં જકડાઇ જાય,જ્યાં દેહ અવનીએ મેળવાય
સદારહે મૃત્યુનો ડર આ દેહને,જે કર્મોના બંધનથી જકડાય
                                        …………જીવ જગતમાં જકડાઇ જાય.
યુગની અસર પડેજ દેહ પર,જે દેહના વર્તનથી જ દેખાય
કળીયુગ સતયુગ એજીવની કેડી,સમયેમાર્ગ બતાવી જાય
વાણી વર્તન એ દેહથી મેળવાય,જ્યાં વિચારોને કેળવાય
મૃત્યુનો ડર જ્યાં મળે દેહને,ત્યાં ના આધાર કોઇ સહેવાય
                                          ………..જીવ જગતમાં જકડાઇ જાય.
જીવને જગતમાં મળે એરાહ,જે તેનો જન્મ સફળ કરીજાય
કૃપા પ્રભુની થાય એજીવપર,જે સાચી ભક્તિથી જીવીજાય
જલાસાંઇની ભક્તિ પ્રેરણા સાચી,જે સંસારીથીય મેળવાય
જકડાયેલ જીવ જગતથીછુટે,જ્યાં ભક્તિ પળેપળ થઇજાય
                                         …………જીવ જગતમાં જકડાઇ જાય.

++++++++++++++++++++++++++++++++++

ભુલોનો ભંડાર


                                           ભુલોનો ભંડાર

   તાઃ૧૯/૭/૨૦૧૧                                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

                 પૃથ્વી પર જ્યારથી જીવને દેહ મળ્યો છે ત્યારથી તે દેહ ભુલ કરે જ છે.
    પછી તે ગમે તે જીવ હોય પવિત્ર,અપવિત્ર કે પરમાત્મા બધાજ તેમાં સંડોવાય
    છે અને તે ભુલનું પરિણામ ભોગવે છે.

* શ્રી રામ હરણને મારવા નાગયા હોત,તો સીતાજીને રાવણ ઉઠાવી ગયા ના હોત.
* મામા કંસને જ્યોતીષે કહ્યુ ના હોત તો શ્રીકૃષ્ણનો જન્મ જેલમાં ના થયો હોત.
* અમેરીકાથી થોડા સમય માટે આવેલાનો દેખાવ જોઇને અહીં આવવાનો મોહ
    ના લાગ્યો હોત તો આપણા દેશમાં સુખી હોત.
* દેખાવના સાગરમાં બાળકોને ભુલથી લઈને આવતાં સંસ્કાર ભુલી જવાય અને 
    હાય શરૂ થતાં દારૂ માંસ શરૂ થાય અને પોતાની જ્ઞાતિ છોડી નીચી કોમની વહુ કે 
    વર લાવે છે.
*  અમેરીકા પહોંચ્યા ની ભુલ પછી જ ઉંમર થતાં ધરડા ઘરમાં રહેવુ પડે અને 
     સરકારથી મળેલ પૈસે જીવન જીવવું જ પડે.
*  કુતરૂ કે બિલાડું ઘરમાં પાળવાની ભુલે ઘરની બહારનું જીવન ન માણી શકાય
     કારણ તેમને ખવડાવવા પીવડાવવાની જવાબદારી તમારી છે.
*  મળ્યા ભાઇની પ્રીત સારી નહી તો ઘણી તકલીફો માથે પડે જ.
*  બાળકોને સાચા માર્ગે જો નહીં લઈ જાવ તો તેમની બગડતી જીંદગીના જવાબદાર
    તમે જ છે.
*  માન મર્યાદા અને સંસ્કાર ને સાચવવાની જવાબદારી તમારી છે.તે ના ભુલાય.
*  જ્યાં બાળકો માબાપને નમન કરવાનુ ભુલી જાય ત્યાં કુદરતનો કોપ મળે છે.
*  વાણી અને વર્તન એ તમારી મુડી છે તે કદી ના ભુલાય.

 ++++++++++++++++++++++++++++++++++++++++++++