ઓળખાણ


                               ઓળખાણ

તાઃ૨૨/૭/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના લાગણી ના વાણી,ના સહવાસથી કોઇને સમજાય
દેખાવની દુનીયા દુર કરતાં,વ્યક્તિ વર્તને ઓણખાય
                                            ……….ના લાગણી ના વાણી.
આવીઆંગણે જ્યાં પ્રેમ ધરે,ત્યાં ચેતી  ચાલજો આજ
સમજણમાં થોડી  જો ભુલ થઈ,તો બુધ્ધિ તમારી ડુલ
એક આફતથી છુટતાં તમને,બીજી તરત મળશે જરૂર
દરીયો તકલીફનો મોટો,હલેશાથી ના જાય કદીએ દુર
                                           ………..ના લાગણી ના વાણી.
આશરો લીધો જ્યાં સાચીભક્તિનો,કૃપા કરશે કરતાર
મળશે મંજીરાનોરણકાર જીવનમાં,ભાગશે વ્યાધી દુર
વર્તન એતો અરીશો દેહનો,જે દઈદે સાચી ઓળખાણ
તનનેશાંન્તિ મનનેશાંન્તિ,જ્યાં ઓળખાણ સાચીથાય
                                           ………..ના લાગણી ના વાણી.

+++++++++++++++++++++++++++++++++++

પ્રેમનો સાગર


                            પ્રેમનો સાગર

 તાઃ૨૨/૭/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ખોબે ખોબે મળતાં પ્રેમથી,સાગર છલકાઇ જાય
હ્યુસ્ટનના લહીયાનીકલમે,ગુજરાતી ગૌરવ થાય
                                    ……….ખોબે ખોબે મળતાં પ્રેમથી.
કલમની કેડી સરળ થતાં તો,સૌના દીલ  હરખાય
મળે પ્રેમનીકેડી કલમને,જે જગતમાં પ્રસરી જાય
ઉજ્વળતાનો સંગાથ રહેતાં,ના મોહમાયા ભટકાય
લહીયાઓની પ્રેમીનજરે,અહીં ઘણું બધુ મળીજાય
                                    ………..ખોબે ખોબે મળતાં પ્રેમથી.
કલમ ચાલે માની કૃપાએ,જે જીવ નસીબદાર હોય
કેડીમળતાં પ્રેમનીજીવને,જગે પ્રેમ સાગર ઉભરાય
સાચી રાહ મળતાં દેહને,આ જન્મ સફળ થઈ જાય
હ્યુસ્ટન ગામને સલામકરતાં,સૌ લહીયાઓ હરખાય
                                    ………..ખોબે ખોબે મળતાં પ્રેમથી.

  ++++++++++++++++++++++++++++++