પ્રેમની પ્રકૃતી


                              પ્રેમની પ્રકૃતી

તાઃ૨૪/૭/૨૦૧૧                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના છાનો રહે કે ના છપનો રહે,મળીજાય જ્યા સાચો પ્રેમ
જીવનની કેડીઓ બને નિરાળી,અંતરનો જ્યાં મળતો પ્રેમ
                                   …………..ના છાનો રહે કે ના છપનો રહે.
મળતાં પ્રેમ માબાપનો સંતાનને,આંખો ભીની થઈ જાય
ભીનુ કોરુને પારખી લેતા માતા,પ્રેમે પડખુ બદલી જાય
પિતાનાપ્રેમની સાંકળે સંતાનનું,ભાવીપણ ઉજ્વળ થાય
મળી જાય જીવનમાં આનંદ,જ્યાં નિર્મળ પ્રેમ મેળવાય 
                                   …………..ના છાનો રહે કે ના છપનો રહે.
સતયુગ ક્ળીયુગની ઓળખાણ,મળેલ પ્રેમથીજ સમજાય
મળી જાય છે કૃપા જલાસાંઇની,જ્યાં ભક્તિ પ્રેમથી થાય
માગણીઓને  મુકતાંમાળીયે,આવી અંતરથીએ મળીજાય
ભક્તિપ્રેમની પ્રકૃતી છે  એવી,જીવને મુક્તિએ દોરી જાય
                                     ……………ના છાનો રહે કે ના છપનો રહે.

==================================