ભક્તિ આનંદ


                        ભક્તિ આનંદ                  

 તા:૨૬/૭/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

શાંન્તિ શાંન્તિ શોધવા જગમાં, માનવ દેહ ભટકતો થઇ જાય
જલાસાંઇની  ભક્તિ રાહે, જીવને ભક્તિનો આનંદ મળી જાય
…………શાંન્તિ શાંન્તિ શોધવા જગમાં.
ગજાનંદને ફુલ અર્પતાં,પિતા ભોલેનાથ ને માપાર્વતી હરખાય
પુંજન અર્ચન પ્રેમથી કરતાં,જીવે ઘરમાં ભક્તિપ્રેમ મળી જાય
શ્રી ગણેશાય  નમઃ નું ઉચ્ચારણ,પવિત્ર વાતાવરણ કરી જાય
ગૌરીનંદનનો પ્રેમ પામતાં દેહે,જીવનો જન્મ સફળ થઈ જાય
………….  શાંન્તિ શાંન્તિ શોધવા જગમાં.
મુક્તિમાર્ગને પારખી લેતાં,દેહનુ વર્તન જગતે બદલાઇ જાય
પળપળ સાચવી લેતાં ગજાનંદ,એ જીવનો ઉધ્ધાર કરી જાય
ભાગે માયામોહ કળીયુગના,હંમેશાં જગતમાંદેહ લબદાઇ જાય
ભક્તિનો આનંદ અનેરો જગતમાં,ના કોઇથીય એ સમજાવાય
.       ………….શાંન્તિ શાંન્તિ શોધવા જગમાં.

+++++++++++++++++++++++++++++++++++

વિઝા


 .                       વિઝા

તા: ૨૬/૭/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના અરજી કે ના કોઇ લાઇન,અને દેહને લાવશે જલ્દી જી
કુદરતની ન્યાયીકચેરીએ,જન્મમરણના વિઝા મળશે ફ્રી
.                            ………..ના અરજી કે ના કોઇ લાઇન.
મળશે લાયકાત જીવને પ્રભુથી,જે જન્મ થકી જ દેખાય
કર્મના બંધન છટકે ત્યાંથી,જ્યાં ભક્તિએ જીવ સહવાય
દેહ મળે અવનીએ ગતીથી,સંસારી સાગર તરી જવાય
બંધન એવા કર્મે બાધ્યા જગે,એ ભક્તિ માર્ગે સમજાય
.                          …………ના અરજી કે ના કોઇ લાઇન.
ના મંજુરી મેળવી પડે,કે ના કોઇ સહી સિક્કાય જોવાય
વિશાળ ધરતીના ભાગો પર,માનવી જીવન ફરતું થાય
કર્મના નિર્મળસંબંધ અવનીના,જીવને વિઝા મળી જાય
સત્કર્મોની સીડીએ ચઢતાં,મુક્તિવિઝા જીવને મળી જાય
.                           …………ના અરજી કે ના કોઇ લાઇન.

================================