મેઘરાજાને આમંત્રણ


.

.

.

.

.

.

.

.

.                         મેઘરાજાને આમંત્રણ

તાઃ૧૦/૮/૨૦૧૧                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળ્યો છે અમને પ્રેમ પિતાનો,પધારો પ્રેમથી બોલાવાય
સંતાનના આમંત્રણને સ્વીકારો,અવનીએ રાહ છે જોવાય
.                                   …………મળ્યો છે અમને પ્રેમ પિતાનો.
સમય ચાલતો જાય ઝડપથી,ના જગતમાં કોઇથી રોકાય
અષાઢ આવી ચાલીગયો આવર્ષે,શ્રાવણ પણ આવી જાય
મેઘરાજાનાપાવન પગલાંજોવા,પૃથ્વીપર રાહછે જોવાય
પધારોપ્રેમ સ્વીકારીઅવનીએ,વધામણી કરવા સૌ તૈયાર
.                                   …………મળ્યો છે અમને પ્રેમ પિતાનો.
આવીજાવ અવનીએપ્રેમે,કાલનીહવે અહીં રાહ નાજોવાય
ગરમીના ગોટાળામાં માનવી,અવનીએ ઠંડક શોધવાજાય
કૃપા કરો અમ સંતાન પર પિતાજી, પ્રેમથી વરસીને આજ
એક ભુલ કોઇથી થતાં અવનીએ,નિર્દોષને દુઃખ મળી જાય
.                                  ………….મળ્યો છે અમને પ્રેમ પિતાનો.

==================================