ટકોર


.                                .ટકોર

તાઃ૧૧/૮/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ થાય જીવનમાં કામ,ને નામ પણ સાથે સચવાય
સમજી વિચારીને ચાલતાંજ,મળતી ટકોર સમજાઇ જાય
.                                     …………સરળ થાય જીવનમાં કામ.
સરળતાનીકેડી મળેજીવનમાં,જ્યાં વડીલને વંદનથાય
માગણીમોહ ને માયા છુટતાં,જીવપર કૃપા પ્રભુની થાય
જુવાનીના જોશને પડકારતાં,મળે ઉજ્વળતાના સોપાન
વ્યાધીઓય ભાગે દુર દેહથી,જ્યાં મળેલટકોરને પરખાય
.                                     ………….સરળ થાય જીવનમાં કામ.
સીડી પ્રેમની નિર્મળ બનતાં,જીવન આનંદીત થઈ જાય
ડગલેપગલે મળતાં પવિત્રપ્રેમે,નિર્મળજીવન મળી જાય
કુદરતની એક મળે ટકોર ત્યાં,માનવી જીવન ધન્ય થાય
સંત પ્રેમનીકેડી મળતાં જીવનો,આ જન્મસફળ થઈ જાય
.                                       ………….સરળ થાય જીવનમાં કામ.

++++++++++++++++++++++++++++++++++