નિર્મળ ભક્તિ પ્રેમ


.                            નિર્મળ ભક્તિ પ્રેમ

તાઃ૧૨/૮/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

મધુર વાણી ને શીતળ સ્નેહ,માનવ જીવન મહેંકે એમ
શાંન્તિના સંગાથે મળીજાય,જીવને નિર્મળ ભક્તિ પ્રેમ
.                                  …………મધુર વાણી ને શીતળ સ્નેહ.
જન્મ જીવના જેમછે બંધન,તેમ વાણી વર્તનના દેખાય
કુદરતની અસીમ કૃપાએ,જીવને ભક્તિ પ્રેમ મળી જાય
માગણી કદી ના કરવી દેહે,કે નાકદી મનથીય એ કરાય
ઉજ્વળજીવને કેડી મળે ભક્તિની,સાર્થક જન્મ કરી જાય
મહેનત સાચી મનથીકરતાં,પાવનકર્મ દેહથી થઈ જાય
.                                      …………મધુર વાણી ને શીતળ સ્નેહ.
સવાર,બપોર અનેસાંજ મળે જીવને,જ્યાં દેહ મળી જાય
મુક્તિજીવની સાચીકેડી બને,એ ભક્તિ માર્ગથી પરખાય
મળે માનવતા દેહને જગતમાં,જ્યાં પ્રભુ કૃપા મેળવાય
સંતજલાસાંઇની સરળરાહે,ભક્તિપ્રેમ ઉજ્વળ મળીજાય
ઉજ્વળ આંગણુ મળે અવનીએ,ને જન્મ સાર્થક થઈ જાય
.                                      …………મધુર વાણી ને શીતળ સ્નેહ.

——————————————————–