બહેનની રાખડી


.                          બહેનની રાખડી

તાઃ૧૩/૮/૨૦૧૧                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભાઇબહેનનો નાતો જગતમાં,માબાપથી જ મળી જાય
રાખડી બાંધતાં રક્ષાબંધને,બહેનની આંખો ભીની થાય
.                           …………..ભાઇબહેનનો નાતો જગતમાં.
અવસર આવે એક વર્ષમાં,કુટુંબે રક્ષાબંધનએ કહેવાય
ભાઇ બહેનના પ્રેમનો નાતો,ના થાય બીજી કોઇ વાતો
માડીજાયને મળવાઆવે,બહેન હૈયાનોપ્રેમ લઈ સાચો
ન કોઇ સ્વાર્થ કે કોઇ મોહ,મળતા ભાઇને પ્રેમ ઉભરાતો
.                              ………….ભાઇબહેનનો નાતો જગતમાં.
શીતળસ્નેહ જ્યાં મળેહૈયેથી,ત્યાંઆંખોભીની થઈજાય
લાગણી બહેનની નેપ્રેમ ભાઇનો,એ અખંડ વરસી જાય
માબાપનાસંસ્કારનીકેડી,સંતાનનોજન્મસફળથઇજાય
રક્ષાબંધન એ પવિત્રસંબંધ,જ્યાં હૈયેથીપ્રેમ મળીજાય
.                               …………..ભાઇબહેનનો નાતો જગતમાં.

***************************************