નજર પ્રેમની


.                         નજર પ્રેમની

તાઃ૧૬/૮/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

નજર મળે ત્યાં હેત ઉભરાય,ને સાચો પ્રેમ મળી જાય
સરળતાનો સહવાસ લેતાં,જીવન સંગી એ બની જાય
.                                ………….નજર મળે ત્યાં હેત ઉભરાય.
લાગણી પ્રેમને ભાવના જોતાં,માનવી મન ખુબ હરખાય
સોપાનમળે ઉજ્વળતાનાજીવને,જગે દેહથી અનુભવાય
મોહ માયાની કદર મુકતાં,જીવનો  જન્મ સફળ થઈ જાય
માનવતાની મહેંક  પ્રસરતાં,સાચી સંત કૃપા  મળી જાય
.                                 ………….નજર મળે ત્યાં હેત ઉભરાય.
જીવનકેડી સરળ બને દેહની,ત્યાં બને સિધ્ધીના સોપાન
ડગલે પગલે સાથ મળે જગતમાં,ને ના મુંઝવણ  દેખાય
પ્રેમની નજર પડતાં દેહ પર, જીવનો જન્મ સાર્થક થાય
અતિઉભરાને દુરરાખતાં દેહથી,કુદરતનો પ્રેમ મળીજાય
.                                  ………….નજર મળે ત્યાં હેત ઉભરાય.

================================