ઇર્ષાની ચાદર


.                            ઇર્ષાની ચાદર

તાઃ૧૭/૮/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઇર્ષાની ચાદર ઓઢતાં જીવનથી,ભગવાન ભાગી જાય
સદબુધ્ધિ દુર ચાલી જતાં,કુબુધ્ધિનો સાગર મળી જાય
.                            …………ઇર્ષાની ચાદર ઓઢતાં જીવનથી.
આગળ ખાડો પાછળ ખાડો,બુધ્ધિ ગમે ત્યાં ભટકાઇ જાય
સદમાર્ગની નાસમજ પડે કાંઇ,ત્યાં બુધ્ધિજ બગડી જાય
સફળતાના સોપાનનેજોતાં,હૈયે ઇર્ષાનીઆગ લાગી જાય
કળીયુગની આ કલમ એવી,સુખી જીવનને નર્ક કરી જાય
.                            ………….ઇર્ષાની ચાદર ઓઢતાં જીવનથી.
આ મારું,આ તારું શબ્દ સાંભળતા,જીવન ઝટકાઇ જાય
ઉજ્વળ જીવનમાં એક ટકોરે,મળેલ જન્મઆસુધરી જાય
પાવનકર્મની એક પગલીએ,જીવને પ્રભુકૃપા મળી જાય
ઇર્ષાની ચાદર વિખેરતાંજ,મળેલ આજન્મ મહેંકીજ જાય
.                              …………ઇર્ષાની ચાદર ઓઢતાં જીવનથી.

+++++++++++++++++++++++++++++++++++