દર્શન


.                           દર્શન

તાઃ૧૮/૮/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલારામના દર્શન કરતાં,મને ભક્તિ ભાવ મળી જાય
સાંઇબાબાના દર્શનકરતાં,જીવનમાં શ્રધ્ધા વધી જાય
.                                   ………….જલારામના દર્શન કરતાં.
વિરપુર ગામને પાવન કર્યુ,જન્મીને ઠક્કર કુળમાં ત્યાં
સંસારી જીવનને સાર્થક કર્યુ,ભગવાન પણ ભડકે જ્યાં
મળે કૃપા પરમાત્માની,જ્યાં પત્ની પતિને પગલે જાય
વિરબાઇ માતાની કેડી એવી,જે જન્મ સાર્થક કરી જાય
.                                   …………..જલારામના દર્શન કરતાં.
સાંઇબાબાએ મનેશ્રધ્ધા દીધી,જે જ્ન્મ સફળ કરી જાય
મોહ માયાને દુર રાખી જીવનમાં,માનવતાને મેળવાય
અવનીપરનું આગમનકેવિદાય,નાકોઇનાથી ઓળખાય
શ્રધ્ધા સબુરીને એક સમજતાં,કલ્યાણ જીવનુ થઈ જાય
.                                     ………….જલારામના દર્શન કરતાં.
સંસારની મીઠી સાંકળ પકડી,જીવોને ભક્તિમાર્ગ દીધો
જન્મજીવન સાર્થક કરવા,જગતમાં માનવતામહેંકાવી
અવની પર દઈ અમૃતવાણી,જીવનમાં શ્રધ્ધાને આણી
પાવનકર્મની કેડી આપીને,જગે માનવદેહે ભક્તિ જાણી
.                                      ………….જલારામના દર્શન કરતાં.

================================