સપ્રેમ આમંત્રણ


.

.

.

.

.

.

.

.

.                      સપ્રેમ આમંત્રણ

તાઃ૧૯/૮/૨૦૧૧                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

કાણોદરની એ કદર કહેવાય,ના કોઇનાથી એમને ભુલાય
કલમનીકેડી તેમની ન્યારી,વાંચકના મનડાને જીતી જાય
એવા વલીભાઇને આમંત્રણ આજે,પધારો પ્રેમથી કહેવાય
.                                    ……………કાણોદરની એ કદર કહેવાય.
કાપડ મુકી કલમ પકડતાં,મા સરસ્વતીની કૃપા મળી જાય
માબાપના આશીર્વાદ લેતાં,જીવનો જન્મ સફળ થઈ જાય
માયા લાગી કલમનીતમને,ત્યારથી મોહ પણ ભાગી જાય
પાલનપુરથી હ્યુસ્ટન પધારતાંજ,સાહિત્ય સર્જકો મળીજાય
.                                        ………….કાણોદરની એ કદર કહેવાય.
ઉજ્વળ પ્રેમની કેડી સંસારની,જ્યાંમળે કલમનો સાચો સંગ
ભીની કોરી આંખો થાય મુલાકાતે,જે સાચા સ્નેહને દેછે રંગ
વલીભાઇના આગમને અહીં,પ્રદીપ,રમા,રવિ ખુબ હરખાય
આજે આવ્યા કાલે આવજો,પધારતા સાચો પ્રેમ મળી જાય
.                                     ……………કાણોદરની એ કદર કહેવાય.

*****************************************************
.     .ગુજરાતી ભાષાના સોપાનોને સરળતાથી પોતાના જીવનમાં સાથે રાખી
ભાષાનુ ગૌરવ એવા શ્રી વલીભાઇ મુસા અત્રે હ્યુસ્ટનમાં અમારા નસીબને લીધે
પધારેલ હોઇ તેમને મારા પરિવાર તથા હ્યુસ્ટનના સરસ્વતી સંતાનોના તરફથી
મળેલ  આમંત્રણને  સ્વીકારી મારે ત્યાં પધાર્યા છે તો તે પ્રસંગની યાદ રૂપે આ
લખાણ સપ્રેમ અર્પણ કરું છું.

લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ પરિવાર
તથા હ્યુસ્ટનના સાહિત્ય પ્રેમીઓના જય જલારામ.
=============================================