જન્મદીને આર્શીવાદ


.          . રક્ષાબંધન ચી દીપલ અને ભાઇ રવિ.

.                           જન્મદીને આર્શીવાદ

તાઃ૨૫/૮/૨૦૧૧   (ચી.રવિને ભેંટ)      પ્રદીપ બ્રહ્મભટ્ટ

કૃપા કરજો સંત જલાસાંઇ,રવિનુ ંજીવન ઉજ્વળ થાય
.             જન્મદીને મળે આર્શીવાદ વડીલના,કર્મો પાવન થાય
.                                                   …………..કૃપા કરજો સંત જલાસાંઇ.
નિત્ય સવારે પુંજન કરે,ને સંભળાય આરતીનો રણકાર
.            ભક્તિભાવની કેડી મળે નિર્મળ,ને હીમા સંગ સુખી થાય
કૃપામળે પરમાત્માની દેહને,જીવની ભાવના પુરણથાય
.             સુખ શૈયા સદા મળે જીવને,એવા આર્શીવાદ મળી જાય
.                                                      ………….કૃપા કરજો સંત જલાસાંઇ.
ભાઇ બહેનના સાચાપ્રેમની કેડી,જીવનભર સચવાઇ રહે
.            ભક્તિપ્રેમને પકડી રાખી જીવનમાં,સંતોનો સહવાસ મળે
આંગણે આવેલાને આવકારતાં,સંસ્કારનીસાચી જ્યોત જલે
.            અંતરથી આર્શીવાદ છેઆજે,રવિને સુખશાંન્તિનો સાથરહે
.                                                       ………….કૃપા કરજો સંત જલાસાંઇ.

******************************************************
.        મારા પુત્ર ચીં.રવિના જન્મ દીવસે સંત પુજ્ય જલારામ બાપા અને સંત
પુજ્ય સાંઇબાબાને વંદન કરી વિનંતી કરીએ છીએ કે તેના જીવનમાં ભક્તિનો
સાથ રહે અને સદા આપની કૃપાએ જીવનમાં સુખ શાંન્તિ અને પ્રેમ મળે અને
મળેલ જન્મ સાર્થક કરે તેવા અમારા આર્શીવાદ છે.

લી.પ્રદીપ અને રમાના જય જલાસાંઇરામ. (Happy Birth Day Dear Ravi)

++++++++++++++++++++++++++++++++++++++++++++++