દેહની અપેક્ષા


.                     . દેહની અપેક્ષા

તાઃ૨૬/૮/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સવાર સાંજની યાદ તમારી, મને પ્રભાત આપી ગઈ
ઉજ્વળ જીવનથી માયાને મુકતાં,અપેક્ષા ભાગી ગઈ
.                               ………..સવાર સાંજની યાદ તમારી.
પ્રેમ  ભરેલો સાગર મેળવતાં,મારી નાવડી છુટી ગઈ
સ્નેહની સાંકળો  જકડાઇ જતાં,સહનતા મળી જ ગઈ
માગણીઓને  દેહથી દુર મુકતાં,સૌ ઝંઝટો  ભાગી ગઈ
શાંન્તિનો સહવાસ અનેરો,અનહદ આનંદ આપી ગઈ
.                              …………સવાર સાંજની યાદ તમારી.
તારણહારની મળી કૃપા,ત્યાં જીવનમાં જ્યોતી થઈ
પ્રેમ મળતાં પુરણ જીવન,અવનીપર નિરખાઇ ગઈ
સ્નેહના વાદળ ફરીવળતાં,માનવતા જ મહેંકી ગઈ
અપેક્ષાછોડતા જીવનમાં,સંત જલાસાંઇની કૃપાથઈ
.                               ………..સવાર સાંજની યાદ તમારી.

===================================