આવી માયા


                    આવી માયા

તાઃ૨૮/૮/૨૦૧૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

માયા માયા શોધતો માનવ,કળીયુગમાં જ લબદાય
આગળ પાછળનો ના ખ્યાલ રહેતા,સુખ ભાગી જાય
.                              …………માયા માયા શોધતો માનવ.
કદીક કોઇની હુફ મળે,ત્યાં સમજે કે સઘળુ મળશે આજ
માનવ મનની સમજ જોતાં,દેખાવ મળતો મીથ્યા કાજ
અંતરમાં ના કોઇ આનંદ મળે,કે ના દેહને કોઇ સહવાસ
કળીયુગની કેડીને સમજતાં,માયા ભાગશે દેહથી અપાર
.                                …………માયા માયા શોધતો માનવ.
તારણહારની દ્રષ્ટિ પડતાં,આ જીવ જન્મથી છટકી જાય
કૃપાનો સાગર છે મોટો,સાચી ભક્તિએ જીવને મળી જાય
લાગણી કે મોહ માયા વળગે જીવે,જ્યાં નિર્બળતા દેખાય
સાચા સંતની કૃપા મળતાં દેહે,આવતી માયા ફફડી જાય
.                              ……………માયા માયા શોધતો માનવ.

*****************************************

આશીર્વાદની છત


                           આશીર્વાદની છત

તાઃ૨૮//૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનની માયા છે જગની કાયા,એના સરળતાએ સમજાય
જીવને જકડી ચાલતી કેડી,આશીર્વાદની છતથી તુટીજાય
.                                  …………..મનની માયા છે જગની કાયા.
કરતાં કામ જીવનમાં મનથી,ત્યાં કર્મના બંધન છે બંધાય
મુક્તિના દ્વાર ખુલતાં જીવના,એ જીવ દેહથી અળગો થાય
કદીકની લાગતી માયા દેહને,જીવ સુખદુઃખમાં ભટકાવાય
મનથી મળતાં આશીર્વાદ દેહને,જીવની ઝંઝટ ભાગી જાય
.                                     …………..મનની માયા છે જગની કાયા.
આશા અપેક્ષા દુર રાખતાં,જીવ પર કૃપા પ્રભુની થઇ જાય
અંતરથી મળે આશીર્વાદ સંતના,પાવનકર્મ થતા જ જાય
છત મળે જ્યાંપરમાત્માની,ત્યાં જીવે શુધ્ધ્તા મળતી જાય
અંતરમાં એઉમંગ વરસે,ના કોઇથીય એને મુખથી કહેવાય
.                                      ………….મનની માયા છે જગની કાયા.

======================================

કર્મની ગતી


.                       . કર્મની ગતી

તાઃ૨૮/૮/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરેલ કર્મની કલમ હોય ન્યારી,ત્યાં માનવતાં મળીજાય
ઉજ્વળ જીવનની કેડી મેળવતાં,મોહ માયા ભાગી જાય
.                               ………….કરેલ કર્મની કલમ હોય ન્યારી.
પરમાત્માની પાવન કૃપાએ,સાચી ભક્તિએ મળી જાય
નિખાલસ પ્રેમની સાંકળ પકડતાં,જન્મ સફળ થઈ જાય
.                              ………….કરેલ કર્મની કલમ હોય ન્યારી.
નિરાધારનો આધાર બનતાંજ,મળી જાય સાચો સહવાસ
એક અરીસો માગણીનો ધરતાં,સહકારની વર્ષા મેળવાય
.                              ………….કરેલ કર્મની કલમ હોય ન્યારી.
આજકાલને સમજી ચાલતાં,આધીવ્યાધીઓ ભડકી જાય
સહજ ભાવના મનથી મળતાં,આંગણું પણ પાવન થાય
.                                ………….કરેલ કર્મની કલમ હોય ન્યારી.
એક શબ્દની કેડી છે નિરાળી,જ્યાં સદવચનો જ ઉભરાય
મારું તારું ને નેવે મુકતાં જીવને,સહજ સાથીઓ મેળવાય
.                                ………….કરેલ કર્મની કલમ હોય ન્યારી.
જલાસાંઇની નિર્મળ ભક્તિએ,મળતા સુખદુઃખને સમજાય
નામાગણી કોઇ રહે દેહની,ને મળેલ જન્મ સાર્થક પણથાય
.                                 ………….કરેલ કર્મની કલમ હોય ન્યારી.

++++++++++++++++++++++++++++++++++