કૃપાનો વરસાદ


.                           કૃપાનો વરસાદ

તાઃ૩૧/૮/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ લીલા અદભુત શક્તિ,ને જગતપર અગણીત છે ઉપકાર
કૃપાનો વરસાદ થતાં  જીવો પર,જીવો નો થઈ જાય છે ઉધ્ધાર
.                                         …………..અજબ લીલા અદભુત શક્તિ.
અનેક રીતે કૃપા કરેછે પરમાત્મા,કરેલી ભક્તિને પારખી આજ
દર્શન  આપે અનેક સ્વરૂપે ભક્તને,જીવન ઉજ્વળ કરવા  કાજ
આવી આંગણે ભીખ પણ માગે,ને ક્યાંક દર્શન કરવા લઈ જાય
શ્રધ્ધા રાખી કરેલ ભક્તિ જીવની,કરુણાની કૃપા વરસી જ જાય
.                                          ……………અજબ લીલા અદભુત શક્તિ.
માતાની દ્રષ્ટિ પડે જીવ પર જ્યાં,ત્યાં સ્વર્ગની સીડી મળી જાય
અંબા,દુર્ગા,સરસ્વતી કે પાર્વતી,કાળકા,માઅનેક સ્વરૂપે પુંજાય
પુંજન અર્ચન મનથી કરતાં,જીવથી પાવન કર્મ થતાં પણ જાય
અંતદેહનો આવે નિર્મળ શાંન્તિએ,ના કદીએ અનેકથી મેળવાય
.                                           ……………અજબ લીલા અદભુત શક્તિ.

()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()