મળેલ કેડી


.                            મળેલ કેડી

તાઃ૩૦/૯/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

શાંન્તિ આવે દોડી જીવનમાં,ને દેહની રાહ સુધરી જાય
ડગમગ ચાલતી મળેલ કેડી,સાચી ભક્તિએ ભાગી જાય
.                                   ………….શાંન્તિ આવે દોડી જીવનમાં.
અવનીએ આધાર બને જીવનો,જે મુક્તિ દ્વારે લઈ જાય
મળેલદેહ  એજ ચાવી જીવની,શક્ય માનવ દેહથી થાય
ભક્તિ એતો પામર જીવને,અતુટ શ્રધ્ધાએ બચાવી જાય
જીવન શીતળ જીવી જવાથી,સાચી માનવતા મળીજાય
.                                    ………….શાંન્તિ આવે દોડી જીવનમાં.
માગે ન મળતી કૃપા પ્રભુની,લાખોના દાન જ્યાં લેવાય
સદમાર્ગે જ્યાં જીવ ચાલતો,ત્યાં સાચા સંતોને સહેવાય
આશીર્વાદની એક જ ટપલીએ,જીવ મુક્તિ માર્ગે દોરાય
સાચી સમજણ જીવની એ છે,જે મળેલ કેડીએ સમજાય
.                                  …………..શાંન્તિ આવે દોડી જીવનમાં.

==================================

જ્યોત જલીયાણની


.

.

.

.

.

.

.

  .

.

.

.                  જ્યોત જલીયાણની

તાઃ૨૯/૯/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં,ને સુખ શાંન્તિ મળી જાય
ભક્તિપ્રેમની રાહ મળે,જ્યાં જ્યોત જલીયાણની મેળવાય
.                                     ………….જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં.
ઉજ્વળજીવન જીવતાં જગતમાં,નિખાલસ પ્રેમ મળી જાય
કુદરતની એકજદ્રષ્ટિ પડતાં,જીવનો જન્મ સફળ થઈ જાય
સંત જલારામની ભક્તિ ન્યારી,જ્યાં પરમાત્મા ભાગીજાય
શ્રધ્ધાપ્રેમની જ્યોતસંગે,વિરબાઇમાતા ભક્તિએ દોરી જાય
.                                   ……………જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં.
જ્યોતમળે જ્યાં ભક્તિપ્રેમની,અંતે જીવનેમુક્તિ મળી જાય
રામનામની માળા કરતાં જીવનમાં,સંગે અન્નદાનથઈ જાય
આવી આંગણે માગે પરમાત્મા,ધન્ય માનવ જન્મ થઈ જાય
જ્યોત જલીયાણની મળતાં જીવને,ભક્તિની રાહ મળી જાય
.                                     …………..જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં.

++++++++++++++++++++++++++++++++++++

માની કૃપા


.

.

.

.

.

.

.

.

.

.                            માની કૃપા

તાઃ૨૮/૯/૨૦૧૧ (નવરાત્રી પ્રારંભ) પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા ગરબે ઘુમતાં,હૈયે અનંત આનંદ થાય
કૃપા તારી મેળવી માડી,જીવને જ્યોત મળી જાય
.                                    …………..માડી તારા ગરબે ઘુમતાં.
પાવાગઢથી આવજે માડી,સાંભળી ગરબા ને રાસ
ભક્તિ પ્રેમથી કરતાં ભક્તો,આજે ગરબે ઘુમી જાય
કાળકા માની કૃપા નિરાળી,સુખ શાંન્તિ મળી જાય
નવરાત્રીની પવિત્રરાત્રીઓ,ગરબાથી ઉજ્વળ થાય
.                                     ………….માડી તારા ગરબે ઘુમતાં.
અંબાજી ગઢથી આવ્યા મા અંબા,દેવા કૃપાઓ અપાર
ભક્તિકેડીને સાચી જોતા,મા સાંભળે ગરબાનો રણકાર
રુમઝુમ કરતાં આવ્યા માઅંબા,ગરબે ઘુમાવાને આજ
તાલીઓના તાલમાં સંગે,માડી પ્રેમે ગરબે ઘુમી જાય
.                                    ……………માડી તારા ગરબે ઘુમતાં.

=-=-=-=-=–=-=–=–=-=-=-=-=-=-=–=-=-=-=

પ્રેમની કિંમત.


.                         પ્રેમની કિંમત.

તાઃ૨૭/૯/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

અણમોલ કિંમત પ્રેમની જગતમાં,ના કરી શકે કોઇ મોલ
અંતરની મળીજાય એ હેલી,જેનો મળી શકે નાકોઇ તોલ
.                         …………..અણમોલ કિંમત પ્રેમની જગતમાં.
માતાપિતાના પ્રેમની પ્રીત,સંતાનને સહવાસે સમજાય
કુદરતનીલીલા અતિ નિરાળી,જીવથી જન્મતા મેળવાય
આંસુ ઉભરે આંખમાં જ્યારે,ત્યારે પ્રેમની કિંમત સમજાય
અમુલ્ય તેની દ્રષ્ટિ જીવનમાં,જે સમય આવતાં પરખાય
.                         …………..અણમોલ કિંમત પ્રેમની જગતમાં.
જીવનીજગતમાં અતુટમાયા,કઇ કોની એને ના પરખાય
સાચા પ્રેમનીકેડી છે નિરાળી,જે માનવતાને વહેંચી જાય
અપેક્ષાઓને દુર મુકતાં જીવનમાં,પ્રેમનીવર્ષા મળી જાય
ઉજ્વળ જીવનમાં સંગ મળતાં પ્રેમનો,માનવતા મહેંકાય
.                          …………..અણમોલ કિંમત પ્રેમની જગતમાં.

======================================

તારો સંગાથ


.                        તારો સંગાથ

તાઃ૨૬/૯/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

કદમ કદમ તારો સાથ રહે તો,જીવને આનંદ થાય
પ્રેમ ભરેલી નજર મેળવતાં,સુખશાંન્તિ મળી જાય
.                                   ………..કદમ કદમ તારો સાથ રહે તો.
મળતા પ્રેમનીકેડી દેહને,મનની મુંઝવણ ભાગી જાય
એક તારા સહવાસે જીવનમાં,સ્નેહ સાંકળને સમજાય
દરેક ડગલે હુંફ મેળવતાંજ,જીવનની રાહ શીતળ થાય
આવે આંગણે પ્રેમ દોડીને,ના કદી અપેક્ષાએ મેળવાય
.                               …………..કદમ કદમ તારો સાથ રહે તો.
મળ્યો મને જે સાથ તારો,મારી જીવનની મુડી થઈ જાય
નિર્મળ તારો પ્રેમ નિખાલસ,મારું ધન્ય જીવન પણથાય
સરળ પ્રેમની સીડી મેળવતાં,દેહે સાચીભક્તિ થઈ જાય
અપેક્ષાના વાદળ તુટતાં જીવનમાં,પ્રભુ કૃપા મળી જાય
.                                  ………….કદમ કદમ તારો સાથ રહે તો.

******************************************

હર હર ભોલે


.                               હર હર ભોલે

તાઃ૨૬/૯/૨૦૧૧  (શિવરાત્રી ૨૦૬૭) પ્રદીપ બ્રહ્મભટ્ટ

હર હર ભોલે મહાદેવ ૐ, હર હર ભોલે મહાદેવ
બંમ બંમ ભોલે મહાદેવ,ૐ બંમ બંમ ભોલેનાથ
.                                           ……….હર હર ભોલે મહાદેવ ૐ.
શીવ શંકરની ભક્તિ ન્યારી,જીવ મુક્તિએજ  દોરાય
શ્રધ્ધા રાખીને પ્રભુ ભજતાં,નિર્મળ જીવન થઇ જાય
આધી વ્યાધીથીઓ દુરજ રહેતા,પ્રભુ પ્રેમ મળી જાય
મા પાર્વતીની દ્રષ્ટિ પડતાં,આ જન્મ સફળ થઈ જાય
.                                        …………..હર હર ભોલે મહાદેવ ૐ.
મહાદેવની ભક્તિ કરતાં,જીવપર પ્રભુ કૃપાપણ થાય
જન્મ સાર્થક મળેલ દેહનો,સતત સ્મરણથી થઈ જાય
શીતળતાનો સાથરહે જીવનમાં,વ્યાધીઓ ભાગી જાય
મૃત્યુ આંગણે આવતાં જીવને,ભોલેનાથના દર્શન થાય
.                                         ………….હર હર ભોલે મહાદેવ ૐ.

+++++++++++++++++++++++++++++++++++=

ઝંઝટ વળગી


.                         ઝંઝટ  વળગી

તાઃ૨૫/૯/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક્યાંથી આવી ને ક્યારે વળગી,નાકોઇ જીવને સમજાય
સકળ જગતમાં કૃપા પ્રભુની,જે ઝંઝટથી છોડાવી જાય
.                              …………..ક્યાંથી આવી ને ક્યારે વળગી.
માર્ગ મળે જીવને કળીયુગમાં,જે સૌને જકડીને જ જાય
આધીવ્યાધી આંગણેઆવી,જીંદગીમાં સોટી મારી જાય
કરેલ કામની ગતી નિરાળી,જે જીવનમાં પરખાઇ જાય
સાચી શ્રધ્ધા એ જ્યોત જીવનની,ઝંઝટને ભગાવી જાય
.                                …………..ક્યાંથી આવી ને ક્યારે વળગી.
એકલ દોકલ જ્યાં જીવન લાગે,ત્યાં માનવીમન ભટકાય
આશા અપેક્ષા નેવે મુકતાં,દેહને અતુટ શાંન્તિ મળી જાય
માગણી એક પરમાત્માથી કરતાં,સ્વર્ગની સાંકળ દેખાય
આવી દેહને કૃપા મળતાં,સંત જલા સાંઇની ભક્તિ થાય
.                               ……………ક્યાંથી આવી ને ક્યારે વળગી.

==================================