આંખ મારી


.                        .આંખ મારી

તાઃ૪/૯/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

આ આંખ તો મારીજ છે,ના આંખ કોઇનેય મેં મારી
કુદરતને હું નિરખી જાણું,ના કોઇને ક્યાંય એ વાગી
.                                      ………….આ આંખ તો મારી જ છે.
સરળ સ્નેહની સાંકળ મળે,જ્યાં સઘળુય સરળ દેખાય
પાવનકર્મને નિરખીપારખતાં,ના માગેલુય મળીજાય
સરળસૃષ્ટિની રચનાજોતાં,આંખે ટાઢક પણ થઈ જાય
મારી આંખોને પાવન દ્રષ્ટિ,સંતોની સેવાએ મળીજાય
.                                      ………….આ આંખ તો મારી જ છે.
કળીયુગકેરી રાહે ચાલતાંતો,ક્યાંક આંખ મારી જવાય
જ્યાં પડે પકડેલ ડંડો બરડે,ત્યાંદોષ આંખોનો કહેવાય
દેહનેમળતાં ઉંમરનો સંગ,આંખ બંધ ઉઘાડ પણ થાય
ના મનની કોઇ ભાવના ઇચ્છા,તોય આંખ મારી જાય
.                                   …………….આ આંખ તો મારી જ છે.

++++++++++++++++++++++++++++++++++