ભક્તિની કેડી


.                       ભક્તિની કેડી

તાઃ૨૩/૯/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ ભાવના મનમાં રાખી,હૈયેથી હેત થઈ જાય
ભક્તિ શ્રધ્ધાએ કરતાં જીવને,સાચી કેડી મળી જાય
.                        …………..નિર્મળ ભાવના મનમાં રાખી.
ધુપ દીપ અર્ચન કરતાં,જીવની ભક્તિ પરખાઇ જાય
આંગણુખોલતા જીવનમાં,સુર્યકિરણનો સહવાસ થાય
પવિત્ર વાણી જીભને મળતાં,પ્રભુ ભજન ગવાઇ જાય
મનને મળતી શાંન્તિ આવી,જ્યાં જલાસાંઇને ભજાય
.                         ……………નિર્મળ ભાવના મનમાં રાખી.
કુદરત કેરી કૃપા માણવા જીવથી,પ્રેમથી ભક્તિ થાય
આશીર્વાદની વર્ષા વરસે દેહપર,નેજન્મ સાર્થક થાય
ના વ્યાધી કે દેખાય ઉપાધી,સ્વર્ગીય સુખ મળી જાય
અંત દેહનો ઉત્તમલાગે જગે,નેજીવને મુક્તિમળીજાય
.                           …………..નિર્મળ ભાવના મનમાં રાખી.

*****************************************