તારો સંગાથ


.                        તારો સંગાથ

તાઃ૨૬/૯/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

કદમ કદમ તારો સાથ રહે તો,જીવને આનંદ થાય
પ્રેમ ભરેલી નજર મેળવતાં,સુખશાંન્તિ મળી જાય
.                                   ………..કદમ કદમ તારો સાથ રહે તો.
મળતા પ્રેમનીકેડી દેહને,મનની મુંઝવણ ભાગી જાય
એક તારા સહવાસે જીવનમાં,સ્નેહ સાંકળને સમજાય
દરેક ડગલે હુંફ મેળવતાંજ,જીવનની રાહ શીતળ થાય
આવે આંગણે પ્રેમ દોડીને,ના કદી અપેક્ષાએ મેળવાય
.                               …………..કદમ કદમ તારો સાથ રહે તો.
મળ્યો મને જે સાથ તારો,મારી જીવનની મુડી થઈ જાય
નિર્મળ તારો પ્રેમ નિખાલસ,મારું ધન્ય જીવન પણથાય
સરળ પ્રેમની સીડી મેળવતાં,દેહે સાચીભક્તિ થઈ જાય
અપેક્ષાના વાદળ તુટતાં જીવનમાં,પ્રભુ કૃપા મળી જાય
.                                  ………….કદમ કદમ તારો સાથ રહે તો.

******************************************

હર હર ભોલે


.                               હર હર ભોલે

તાઃ૨૬/૯/૨૦૧૧  (શિવરાત્રી ૨૦૬૭) પ્રદીપ બ્રહ્મભટ્ટ

હર હર ભોલે મહાદેવ ૐ, હર હર ભોલે મહાદેવ
બંમ બંમ ભોલે મહાદેવ,ૐ બંમ બંમ ભોલેનાથ
.                                           ……….હર હર ભોલે મહાદેવ ૐ.
શીવ શંકરની ભક્તિ ન્યારી,જીવ મુક્તિએજ  દોરાય
શ્રધ્ધા રાખીને પ્રભુ ભજતાં,નિર્મળ જીવન થઇ જાય
આધી વ્યાધીથીઓ દુરજ રહેતા,પ્રભુ પ્રેમ મળી જાય
મા પાર્વતીની દ્રષ્ટિ પડતાં,આ જન્મ સફળ થઈ જાય
.                                        …………..હર હર ભોલે મહાદેવ ૐ.
મહાદેવની ભક્તિ કરતાં,જીવપર પ્રભુ કૃપાપણ થાય
જન્મ સાર્થક મળેલ દેહનો,સતત સ્મરણથી થઈ જાય
શીતળતાનો સાથરહે જીવનમાં,વ્યાધીઓ ભાગી જાય
મૃત્યુ આંગણે આવતાં જીવને,ભોલેનાથના દર્શન થાય
.                                         ………….હર હર ભોલે મહાદેવ ૐ.

+++++++++++++++++++++++++++++++++++=