નટખટ મન


.                             નટખટ મન

તાઃ૧/૧૦/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

નટખટ કરતાં નોટો મળી જીવનમાં,ત્યાંજ  માયા લાગી ગઈ
ઉજ્વળ જીવન મુકતાં બાજુએ,કળીયુગી ચાદર લપટાઇ ગઈ
.                                 ………….નટખટ કરતાં નોટો મળી જીવનમાં.
તાલ મળ્યા જ્યાં તબલાના,ત્યાં ડગલાં પણ ડગમગ થાય
વિચાર વમળમાં મુકાઇ જતાં ભઈ,આફતોય આવી જ જાય
શ્રધ્ધા પણ  ડગમગાતી  ચાલી,ત્યાં  વિચાર પણ વંટોળાય
મળે વ્યાધીઓ સાથે  આંધીઓ,માનવજીવન વેડફાઇ જાય
.                                ……………નટખટ કરતાં નોટો મળી જીવનમાં.
સાદગીનો સહવાસ જીવનમાં,ને સંગે ભક્તિ દોર મળી જાય
નટખટ ના માનવ દેહને વળગે,ત્યાં શીતળતાનો સંગ થાય
મળતી કળીયુગની આલીલા દેહને,જે અધોગતીએ દોરીજાય
મહેંકે માનવતા  જીવનમાં,અનેક જીવોનો ઉધ્ધાર કરી જાય
.                               …………….નટખટ કરતાં નોટો મળી જીવનમાં.

+++++++++++++++++++++++++++++++++++++++