સમયની સીડી


.                         સમયની સીડી

તાઃ૭/૧૦/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

સીડી સાંભળતા ભઈ સમયની,મે ંવાતો સાંભળી ચાર
ઉજ્વળ જીવન કેડી દર્શાવે,જે બતાવે જીવવાની વાટ
.                           ………….સીડી સાંભળતા ભઈ સમયની.
પ્રથમ માર્ગ બતાવ્યો જીવને,જેથી સાર્થક જીવનથાય
વંદન માબાપને પ્રેમે કરતાં,આશીર્વાદની વર્ષા થાય
સરળ માર્ગ જીવનમાં મળે,જ્યાં નિર્મળપ્રેમ મળીજાય
આધીવ્યાધી દુર ભાગે દેહથી,ને સુખસાગર મળી જાય
.                              ………….સીડી સાંભળતા ભઈ સમયની.
બીજી કેડી મળે દેહનેજીવનમાં,જ્યાં બુધ્ધીથી સમજાય
ભણતરના સોપાન મળે જ્યાં,ત્યાં સફળતા જ મેળવાય
વિશ્વાસની સાચીપ્રીત જગતમાં,જે ડગલેપગલે દેખાય
મળે માન અને સન્માન દેહને,જે સમયે આવે  સમજાય
.                               ………….સીડી સાંભળતા ભઈ સમયની.
સમય આવતાં સરળતા મળે,જ્યાં કુટુંબ પ્રેમ મળીજાય
ભાઇભાંડુંને પતિપત્નીસંગે,હ્ર્દયથી પ્રેમનિખાલસ થાય
ઘરમાં મળતી શાંન્તિદેહને,પવિત્ર ભક્તિમાર્ગ દઇ જાય
જીવના આ ત્રીજાકાળમાં,સમયે પ્રેમ સૌનોય મળીજાય
.                                ………….સીડી સાંભળતા ભઈ સમયની.
ચોથી વાત સાંભળી સીડીની,જે સાંભળનારા સૌ હરખાય
રાહ બતાવી ઘડપણની દેહને,જે જીવને મુક્તિએ દોરાય
સમજણ પોતાની સાચવીને,બીજાને સાંભળતાસુખ થાય
ભક્તિમાર્ગની પવિત્ર કેડી,જીવને જલાસાંઇની કૃપા થાય.
.                                  ………….સીડી સાંભળતા ભઈ સમયની.

#####################################

સમયનો સાથ


.                          સમયનો સાથ

તાઃ૭/૧૦૨૦૧૧                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

પકડી લેતા આંગળી સમયની,સઘળુ સચવાઇ જાય
ચુકી જતાં એક પળ જીવનમાં,સઘળુય વેડફાઇ જાય
.                             ………….પકડી લેતા આંગળી સમયની.
મળતા દેહ અવનીએ જીવને,જગે માબાપ મળી જાય
બાળપણની કેડીને કુદતાં દેહ,જુવાનીએ લપટાઇજાય
જુવાનીના જોશને સાચવતાં,ઘણું બધુ સમજાઇ જાય
કુદરત કેરા ન્યાયમાં,સમય જીવને ઘણુંય આપી જાય
.                               …………પકડી લેતા આંગળી સમયની.
ઝટપટની ઝંઝટ જ્યાં મુકી,ત્યાં સફળ કામ થઈ જાય
શ્રધ્ધા એ સમજ જીવની,જે સાચી ભક્તિએ સમજાય
સુખ દુઃખ એતો દેહનીચાવી,ના જીવને કાંઇજ લગાર
સમય આવે સમજાય જીવને,જે મતીને બદલી જાય
.                              …………પકડી લેતા આંગળી સમયની.

*********************************************