સરગમના તાલ


.                          સરગમના તાલ

તાઃ૧૦/૧૦/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરગમના તાલની રીત ન્યારી,એ સુખદુઃખને પકડી જાય
મોહમાયાના બંધન મુકતાં,જીવને મુક્તિ માર્ગ મળી જાય
.                              ………….સરગમના તાલની રીત ન્યારી.
મળે જીવનમાં અતિ પ્રેમ,ત્યાં જીવથી એ સહન નાથાય
ઉલેચવાને મળે નાઆરો કોઇ,ત્યાં તકલીફો મળતી જાય
માનવતાને  જો સાચવી રાખો,ઉભરો ત્યાંજ અટકી જાય
શાંન્તિનો સહવાસમળતા,સરગમના તાલ બદલાઇ જાય
.                               …………સરગમના તાલની રીત ન્યારી.
ઉંચનીંચ એતાલ જીવનના,જે સમયે સમયે સમજાઇજાય
માનવીમન ને સમજાવીરાખતાં,ના અતિનો આગ્રહ થાય
સમય ને સમજી ચાલતા જીવનના,વ્હેંણ સરળ થઈ જાય
કુદરતની આ છે  રીત અનોખી,જે ભક્તિએ સચવાઇ જાય
.                                ………….સરગમના તાલની રીત ન્યારી.

==================================