ચાલતો રહેજે


.                         ચાલતો રહેજે

તાઃ૨૦/૧૦/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુખદુઃખ છે સંસારની કેડી,જીવનને રાખે એ જકડી
સૌને આવી મળીએ રહેતી,ના કોઇનાથી એ અટકી
.                                   ……………સુખદુઃખ છે સંસારની કેડી.
કર્મબંધન એ જીવના સ્પંદન,માનવ દેહે કરતા વંદન
સુખમાં સંભાળી જગે જીવતા,દુઃખમાં સાથી સંગે રહેતા
શુળીનો ઘા જ્યાં સોયેસરતાં,પ્રભુકૃપાએ દુઃખડા ઘટતા
મક્કમ મનથી જીવન જીવવા,સદા પ્રેમે ચાલતો રહેજે
.                                  ……………સુખદુઃખ છે સંસારની કેડી.
આવે મોહમાયા જીવનમાં,સાચવીને તું ડગલાં ભરજે
સમજવાની એક રીત ન્યારી,જીવનમાં એસુખ દેનારી
પગલુ એકજે ભરેલ છે સાચુ,નામળે કોઇબીજુ કંઈ વાંકુ
મસ્તમજાની જીંદગીલેવા,સદાજીવનમાં ચાલતો રહેજે
.                                     ………….સુખદુઃખ છે સંસારની કેડી.

====================================