અણમોલ


.                              અણમોલ

તાઃ૨૧/૧૦/૨૦૧૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જકડી ચાલે માયા,ના મોલ તેનુ કહેવાય
કઈ કોની ને કેટલી છે એ,જાણતા એતો પરખાય
.                               ………….જીવને જકડી ચાલે માયા.
મળે જ્યાં માનવદેહ જીવને,અણમોલ કૃપા કહેવાય
સમજી વિચારી જીવન જીવતાં,જીવ મુક્તિએ દોરાય
માયાવળગે મોહવળગે,એ તો કળીયુગની ભઈ રીત
અંતતેનો આવેઉત્તમ,જેને સાચ ભક્તિથી થઈ પ્રીત
.                                  …………..જીવને જકડી ચાલે માયા.
સંસારનાબંધન સરળબને.જ્યાં વડીલને વંદન થાય
મળે આશિર્વાદ  અંતરથી,ત્યાં વ્યાધીઓ ભાગી જાય
જલાસાંઇનો પ્રેમમળે દેહને,મળેલ જન્મ સાર્થક થાય
અણમોલ રાહ ભક્તિની મળે,જે પાવનકર્મો કરી જાય
.                                    …………..જીવને જકડી ચાલે માયા.

*********************************************