અપેક્ષીત જીવ


.                    અપેક્ષીત જીવ

તાઃ૨૮/૧૦/૨૦૧૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવ્યો અવની પર જીવ,એતો દેહ મળતાંજ દેખાય
પશુ,પક્ષી,પ્રાણી કે માનવી,કર્મના બંધને મેળવાય
.                                    ……………આવ્યો અવની પર જીવ.
અગણિત કૃપા પરમાત્માની,ભક્તિભાવે જ મળી જાય
માનવજન્મ સત્કર્મનીસીડી,આવતીકાલ સુધારી જાય
રાહમળે ત્યાં જીવને સાચી,જ્યાં ભક્તિપ્રેમને સચવાય
નિર્મળજીવન શાંન્તિસંગે,સાચા સંતની કૃપાએ લેવાય
.                                     ……………આવ્યો અવની પર જીવ.
પશુ પક્ષી કે પ્રાણી દેહે,અહીં તહીં અવનીએ ભટકાય
નિરાધાર જીવન છે પક્ષીનું,આધાર બીજાનો શોધાય
અહીં તહીં ભટકી માળા બાંધી,દેહનું જીવન પુરુ થાય
પશુ કેપ્રાણી દેહમળતાં,માનવીથી અપેક્ષા મળીજાય
.                                      ……………આવ્યો અવની પર જીવ.
દેહ મળે જીવને માનવનો,સમજણે કર્મ પાવન થાય
સદમાર્ગની કેડી છે નિરાળી,જીવનુ કલ્યાણ કરી જાય
અપેક્ષા જીવની કૃપાપામવા,ભક્તિનોસંગ મળી જાય
ઉજ્વળ મળતા કેડીજીવને,મુક્તિના માર્ગ ખુલી જાય
.                                          ………….આવ્યો અવની પર જીવ.

=================================